________________
૨૮૩
-
-
-
-
-
-
---
-
-
-
-
દેવનું પ્રમથન કરી નાખ્યું, તેવી જ નિર્દયતાથી અમારે પણ નિગ્રહ કરી લેશે !”
હે સ્વામિન આ રીતે ભયભીત જાણે ન થયેલી હોય તેમ સર્વ તુઓ પોતપોતાને સમુચિત એવાં પુષ્પો, ફળો વગેરેના ભેટાં નિજ હસ્તમાં લઈને આપની એકીસાથે સમકાલ ઉપાસના કરે છે.'
દેવકૃત નમન અને દશમ અતિશય સુધી જલની વર્ષા અને પંચવર્ણનાં પુષ્પોની રચના
હે જગતના પૂજ્ય ! દેવેન્દ્રોથી પરિપૂજિત એવા આપની તે દેવતાઓ પૂજા કરે જ છે, પણ સમવસરણની જે ભૂમિને ભાવિમાં આપનાં ચરણનો સ્પર્શ થવાનું હોય, તે ભૂમિની પણ પૂજા કરે છે. તે ભૂમિમાં દેવતાઓ સુગંધિ ઉદક [ જલ] ની વર્ષા કરે છે. અને કલ્પવૃક્ષ, પારિજાત વગેરે દિવ્ય પુના પ્રકથી–સમૂહાથી, સ્વસ્તિક, શ્રીવત્સ આદિની રચના કરીને તે ભૂમિની ભક્તિ કરે છે.
હે જગતના પરમ પિતા ! જે જે સમવસરણ–ભૂમિ આપથી અધ્યાસિત–આપના દેશનાકાલીન નિવાસથી પવિત્રિત હય, તે તે સર્વ ભૂમિ તીર્થ સ્વરૂપ છે, એમ માનીને દેવતાઓ તે ભૂમિની અર્ચના કરે, એમાં આશ્ચર્ય જ શું છે ?
હે દેવાધિદેવ ! ધર્મચક આદિ જેમ આપના અતિશયે છે, તેમ આપના વિશે પરમ પરમ ભક્તિ એ દેવતાઓને અતિશય કેમ ન હોઈ શકે ? હે દેવાધિદેવ ! જેમ જગતમાં સૌથી અતિશાયી (ચડિયાતા) આપ છો, તેમ જગતમાં સૌથી ચડિયાતી–સર્વાતિશાયિની કેઈની ભક્તિ હોય, તે તે દેવતાઓની હોય છે.
દેવકૃત એકાદશ અતિશય : પક્ષીઓની પ્રદક્ષિણા રહે જગપૂજ્ય દેવ, દાન અને માનવો તે આપને પ્રદક્ષિણા કરે જ છે. પણ મેર આદિ પક્ષીઓ પણ આપ જ્યારે વિહાર દ્વારા
૧. . ૮ ૨. ગ્લો. ૧૦ ૩. . ૧૧