________________
૨૬૫
હે સ્વામિન! વૈમાનિક દેવાંગનાઓનાં નેત્ર પણ આપને જોઈને ભવાળા થઈ જાય છે, તે પછી મર્યલેક અને પાતાલની લલનાએનાં નેત્ર આપને જોતાં જ ભવાળ થાય એમાં આશ્ચર્ય જ શુ છે ? આવી જાતની દેવાંગનાઓની દષ્ટિએ પણ જેના આત્માના એક પ્રદેશમાં પણ વિકારની એક નાનકડી રેખા પણ ઉત્પન્ન ન કરી શકે, એવા સદા સર્વદા નિર્વિકાર, હે પ્રભો ! આપની નિર્વિકારતાનું મને શરણ છે.
(૧) ઈ. નીરોગી શરીર હે નાથ ! જેમાં ગરૂપ સપ પ્રવેશને પામતા નથી એવા નીરોગી દેહવાળા આપને મારી વંદના હો.
લય આદિ રેગે સતત ભયના હેતુ હોવાથી અને દુઃખે કરીને દૂર કરી શકાય એવી દાણ વેદનાને ઉત્પન્ન કરનારા હોવાથી તેઓને શાસ્ત્રમાં સર્ષની ઉપમા આપવામાં આવે છે. આવા સર્પો કેવળ અમૃતથી પ્રતિહત (પરાજિત) થઈ જાય છે. અહીં કવિઓ ઉપ્રેક્ષા કરે છે?
“દિવ્ય અમૃતરસના પાનથી જે પુષ્ટિ, હે નાથ ! આપના શરીરને પ્રાપ્ત થઈ છે, તેનાથી જાણે પ્રતિત થયા હોય તેમ રાળરૂપ સર્પોના સમૂહો આપના જે શરીરમાં પ્રવેશ પામતા નથી, તે અતિશયસંપન્ન દેહને મારે નમસ્કાર થાઓ.’
સ્વભાવથી જ ભગવંતનુ શરીર સર્વ રોગોથી રહિત હોય છે, અહીં સ્તુતિકારે ઉÈક્ષા કરે છે કે –
હે ભગવંત ! બાલ્યાવસ્થામાં આપ માતાના દુશ્વનું પાન કતા નથી, પણ સુરેન્દ્રો આપના હાથના અંગૂઠામાં અમૃતરસનો સંચાર કરે છે અને આપ તેનું પાન કરો છો. તે અમૃતપાનથી થયેલ પુષ્ટિના કારણે જ જાણે પરામુખ થયા હોય એવા રોગરૂપ સર્પોના સમૂહે આપના શરીરને વિશે પિસતા નથી.
१ अमररमणीनयनक्षोमभणनाच्च मर्त्यपाताल - ललनालोचनक्षोभः एव भगवद्देह इति ।
–શ્રી વિતરાગ સ્તોત્ર ટીકા, પ્ર. ૨, લે, ૨ ૨ લે. ૩.