________________
ર૭૪
કર્મ ક્ષયજ દશમ અતિશય દુર્ભિશ્વ ક્ષય હે જગપૂજનીય! આપ જે પૃથ્વીતલ ઉપર વિચરતા હો ત્યાં સવાસે જનપ્રમાણ ભૂમિમાં પૂવે ઉત્પન્ન થયેલ દુર્ભિક્ષ (દુષ્કાળ) ને ક્ષય (નાશ) થાય છે અને ન દુષ્કાળ થતું નથી. સર્વ અભુત પ્રભાવથી સમૃદ્ધ જંગમ કલ્પવૃક્ષરૂપ આપ જ્યાં વિચરતા હો ત્યાં આપના પ્રભાવથી દુષ્કાળનો ક્ષય થાય એમાં આશ્ચર્ય જ શું છે? કલ્પવૃક્ષ તે સ્થાવર (એક સ્થાનમાં સ્થિર) હોય છે, તે ગમન-આગમન કરી શકે નહીં, જ્યારે સ્વામિન્ ! આપ તો લેકહિત માટે ગમનાગમન કરે છે, તેથી આપ જંગમ કલ્પવૃક્ષ છે.
કર્મક્ષયજ એકાદશ અતિશય “ ભામંડલ હે મુનિજનશિરોમણિ જિનદેવ! આપના મસ્તકની પાછળ સૂર્યમંડલને પણ તેજમાં પરાજિત કરતું એવું ભામંડલ-પ્રકાશનું મંડલ (વર્તુળ) દેદીપ્યમાન છે. સ્વામિન ! આ ભામંડલ એ આપને ઘાતિકર્મક્ષય-સહતિ અતિશય છે, છતાં તે જોતાં એવું લાગે છે કે આપનું અનંત તેજોમય, સકલજનનિરીક્ષણીય શરીર અતિતેજના કારણે અદશ્ય ન થઈ જાય, તે માટે જ જાણે દેવતાઓએ તે રચ્યું ન હોય!
હે ગવરચક્રવર્તિ! આ જે અગિયાર અતિશય પૂર્વે વર્ણવ્યા તે આપના દર્શનજ્ઞાનચરણરૂપ રત્નત્રયના પરમ એકીભાવરૂપ
ગસામ્રાજ્યનો મહાન વિલાસ છે. હે દેવ ! આપની વિશુદ્ધ રત્નત્રયી જ સાચું સામ્રાજ્ય છે, કારણ કે તે ત્રણે ભુવનમાં સનાતન એવી સંપત્તિને ઉત્પન્ન કરનાર છે. હે સ્વામિન! કઈ પણ બુદ્ધિમાન પુરુષ આપના આ મહાન કર્મલયજ અતિશને સ્વચક્ષુથી
૧ લે ૧૦ ૨ - ૧૧ ૩ લા. ૧૨