________________
૨૭૯
ત્યારે અન્ય ત્રણ દિશાઓમાં વ્યતર દેવતાઓ આપની પ્રતિકૃતિઓ વિરચે છે. અહીં કવિઓ કહે છે કે –
“હે નાથ ! દાન-શીલ-તપ-ભાવરૂપ ચતુર્વિધ ધર્મપુરુષાર્થની એકી સાથે એક જ કાળમાં પ્રરૂપણા કરવા માટે જ જણે આપ ચતુર્મુખ ન થયા હ!”
દેવકૃત પંચમ અતિશય ત્રણ પ્રકાર (ગઢ) હે જગતનાં શરણ્ય ! આપ જ્યારે ત્રણે ભુવનને રાગ-દ્વેષ– મેહરૂપ ત્રણે દોષોથી બચાવવા ધર્મદેશના દ્વારા પ્રવૃત્ત થાઓ છે ત્યારે વૈમાનિક જતિષી – ભવનપતિ પ્રકારના દેવતાઓ અનુક્રમે મણિ–સુવર્ણરજતના ત્રણ પ્રકાર રચે છે. અહીં કવિઓ કહે છે કે : ---
“હે નાથ ! રાગ-દ્વેષ-મેહરૂપ ત્રણ શત્રુઓને આપના વિના કઈ પણ ન જ જીતી શકે. અમે એમ માનીએ છીએ કે – આ ત્રણ અતિ બળવાન શત્રુઓથી ત્રણે જગત્ એકી સાથે બચાવવા માટે જ આ ત્રણ પ્રકારની રચના થઈ છે, કારણ કે ગઢથી જ સુંદર રક્ષણ થઈ શકે !”
દેવકૃત ષષ્ઠ અતિશય : કાંટાઓનું અધમુખ થવું હે સ્વામિન ' ભવ્ય સને સંસારથી મુક્ત કરવા માટે આપ જ્યારે પૃથ્વીતલ ઉપર વિચરતા હે ત્યારે સર્વ પ્રકારના કાંટાઓ અધોમુખ થઈ જાય છે, દુર્જનનું મુખ પણ નીચુ થઈ જાય છે. કાંટાઓની અને દુર્જનોની એ અધમુખતા જોતાં એવું લાગે છે કે કષાયરૂપ કંટકથી રહિત આપનું મુખ જોતાં જ કાંટાઓ અને દુર્જને પિતાનું મુખ આપને બતાવી શક્તા ન હોવાથી જાણે અધોમુખ ન થયા હોય અને પાતાલમાં ઊ ડે અદશ્ય થઈ જવા માગતા ન હોય!
૧ ૫ ૨. લો ૬ ૩ સ સ્કતમાં ક ટક શબ્દ દુર્જનના અર્થમાં પણ વપરાય છે