________________
૨૬૯
અગિયાર કર્મ ક્ષયજ અતિશય સર્વવિરતિના સ્વીકારની સાથે જ ભગવાન તીવ્રતમ તપને તપે છે. તે તપરૂપ પ્રચંડ પવનથી પ્રજવલિત થયેલ શુકલ ધ્યાન રૂપ દાવાનલ ઘાતિકર્મવનને સંપૂર્ણ રીતે બાળી નાખે છે. તે કર્મવનમાં રહેલ જ્ઞાનાવરણુયાદિ સર્વ કર્મવૃો ભસ્મસાત્ થઈ જાય છે. એ રીતે ઘાતકર્મનો ક્ષય થતાં જ ભગવંતને અગિયાર અતિશ ઉત્પન્ન થતા હોવાથી એ કર્મક્ષયજ અતિશ કહેવાય છે. આ અતિશએ ફક્ત તીર્થકરને જ હોય છે. શ્રી તીર્થકર ભગવન્તના જ્ઞાનદર્શનચારિત્ર રૂપ મહાગનું જગતમાં સામ્રાજ્ય છે. તે સામ્રાજ્યના વિશ્વવિખ્યાત મહિમાના આ અતિશય સૂચક છે.
કર્મલયજ પ્રથમ અતિશયઃ સર્વાભિમુખ્યત્વ હે ઈન્દ્રોના નાથ! શ્રીતીર્થકર નામકર્મના મહોદયથી આપે પરમ આહૈત્ય (અરિહ તપાગુ ) પ્રાપ્ત કરેલ છે. તે પરમ આહત્યના પ્રભાવથી આપ સૌને સદા સર્વ રીતે સંમુખ દેખાઓ છે. એ આપનો સર્વાભિમુખ્યત્વ નામનો પ્રથમ કર્મક્ષયજ અતિશય છે. એ અતિશયના કારણે આપ કેઈને પણ ક્યાંય પણ કદાપિ પરાડુમુખ હતા નથી.૧
જેમ પિતા પિતાના સંતાનોને આનંદ પમાડે છે, તેમ જગન્ધિતા ! આપ આપની સમીપમાં રહેલ કરડે દેવતાઓ, મનુષ્ય અને તિર્યંચોને આપના આ સર્વાભિમુખ્યત્વે અતિશયથી સર્વ પર સમદષ્ટિ ધારણ કરીને ચિરકાલીન આનદ પમાડે છે. આ આપની મહાન ચોગ સમૃદ્ધિ છે.
१ तीर्थकरा हि सर्वत: सम्मुखा एव, न तु पराङ्मुखाः क्वापि
– વી. સ્તો. પ્ર. ૩ લે ૧ અવચૂરિ
૨
લે ૧