________________
૨૫૮
त्वयि दोषत्रयात् त्रातु, प्रवृत्ते भुवनत्रयीम् ।
प्राकारत्रितय चक्रुस्त्रयोऽपि त्रिदिवैकसः ॥ ५ ।। ત્રણે ભુવનને રાગ-દ્વેષ અને મોહરૂપ ત્રણે દોષોથી બચાવવાને માટે આપ પ્રવૃત્ત થવાથી જાણે વૈમાનિક, જતિષી અને ભવનપતિ એમ ત્રણ પ્રકારના દેવોએ રત્નમય, સુવર્ણમય અને પુષ્યમય એમ ત્રણ પ્રકારના કિલ્લાઓની રચના કરી ન હોય !
अधोमुखाः कण्टकाः स्युर्धाश्यां विहरतस्तव ।
भवेयुः सम्मुखीनाः किं, तामसास्तिग्मरोचिषः १ ॥ ६ ॥ પૃથ્વીતલ પર આપ જ્યારે વિહાર કરે છે ત્યારે કાંટાઓ નીચે મુખવાળા થઈ જાય છે, સૂર્ય ઉદય પામે ત્યારે ઘુવડ વગેરે અથવા અંધકારના સમૂહ સામે થઈ શકે ખરા ?
केशरोमनखश्मश्रु, तवावस्थितमित्ययम् ।
बाह्योऽपि योगमहिमा, नाप्तस्तीर्थकरैः परः ॥ ७ ॥ આપના કેશ, રેમ, નખ, અને દાઢી-મૂછના વાળ દીક્ષા ગ્રહણ કશ્તી વખતે જેટલા હેય તેટલા જ રહે છે. આ બાહા પણ રોગને મહિમા (બુદ્ધ વગેરે) અન્ય ધર્મના શાસકેએ પ્રાપ્ત કર્યો નથી.
शब्दरूपरसपर्शगन्धाख्याः पञ्च गोचराः ।
भजन्ति प्रातिकूल्य न, त्वदने तार्किका इव ॥ ८ ।। આપની આગળ બૌદ્ધ, નિયાયિક વગેરે તાર્કિકેની જેમ શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગન્ધરૂપ પાંચે ઈન્દ્રિયેના વિષયે પ્રતિકૃલ પણને ભજતા નથી (અનુકૂળતાને ધારણ કરે છે).
त्वत्पादाक्तवः सर्वे, युगपत्पर्युपासते ।
आकालकतकन्दर्प - साहायकभयादिव ॥ ६ ॥ અનાદિકાલથી કામદેવને કરેલી સહાયના ભયથી જ જાણે હાય નહિ તેમ સઘળી વાતુઓ એકસાથે આવીને આપનાં ચરણોની સેવા કરે છે.