________________
૨૪૭
इति देवैः कृता एकोनविंशतिस्तीर्थंकृतामतिशयाः । एते च यदन्यथाऽपि दृश्यन्ते तन्मतान्तरमवगम्यमिति । ते च सहजैश्चतुभिः कर्मक्षयरेकादशभिः सह मीलिता एकत्र योजिताश्वत स्त्रिशद्भवन्तीति ॥६४॥
અભિધાન ચિતામણી
ચાર સહજ અતિશયોઃ ૧. શ્રી તીર્થકર ભગવતેની કાયા જન્મથી જ કેત્તર
અદ્દભુત રૂપવાળી, લકત્તર અદ્ભુત સુગંધવાળી, રોગ
રહિત તથા પરસેવાથી અને મેલથી રહિત છે. ૨. શ્વાસોચ્છવાસ કમલસમાન સુગ ધિ હોય છે. ૩. રક્ત અને માંસ ગાયના દૂધની ધારા જેવું ધવલ (ત)
અને દુર્ગધથી રહિત હોય છે. ૪. આહાર અને નીહાર ચર્મચક્ષુવાળા પુરુષોથી અદ્રશ્ય હોય
છે, પણ અવધિ આદિ જ્ઞાનરૂપ ચક્ષુવાળા પુરુષે તે જોઈ શકે છે. આ ઉપર કહેલ ગુણવડે શ્રીતીર્થકર ભગવતે જગતના બધા જ જીવ કરતા અતિશાયી ચઢિયાતા હોય છે. તેથી આ ગુણોને અતિશય કહેવામાં આવે છે.'
ઉપર કહેલ ચાર અતિશયે જન્મથી જ હોય છે, તેથી એ સહજાતિશયો કહેવાય છે.
૧. નાતોડMતિશેતે તીર્થના પરિત્યતિશા.
- અભિધાન ચિંતામણિ ટીકા
. ૫૮