________________
૨૩
त्वय्यादर्शतलालीनप्रतिमाप्रतिरूपके । क्षरस्वेदविलीनत्वकथाऽपि वपुषः कुतः ॥४॥
દર્પણના મધ્યમાં પ્રતિબિબિત થયેલા પ્રતિબિંબની જેમ સ્વચ્છ એવા આપમાં, શરીરથી ઝરતા પરસેવાથી પીગળી જવાપણાની વાત પણ ક્યાંથી હોઈ શકે ?
न केवल रागमुक्त, वीतराग ! मनस्तव ।। वपु.स्थित रक्तमपि, क्षीरधारासहादरम् ।।५।।
હે વીતરાગ ! કેવલ આપનું મન રાગરહિત છે, એમ નથી. આપના શરીરમાં રહેલું રુધિર પણ દૂધની ધારા જેવું ઉજવેલ છે.
जगद्विलक्षण कि वा, तवान्यद्वक्त्तुमीश्महे । यदविनमवीभत्स, शुभ्र मासपि प्रभो ! ॥६॥
અથવા તે વિશે ! જગતથી વિલક્ષણ એવુ આપતુ બીજુ કેટલું વર્ણન કરવા અને શક્તિમાન થઈ શકીએ? કારણ કે આપનું માંસ પણ દુર્ગન્ધ વિનાનું, દુશંકા ન કરાવે તેવું અને ઉજ્વલ છે.
जलस्थलसमुदभूताः, सतज्य सुमनःस्त्रजः। तव निःश्वाससौरभ्यमनुयान्ति मधुव्रताः ॥७॥
પાણી અને પૃથ્વી પર ઉત્પન્ન થયેલાં પુષ્પોની માળાને ત્યાગ કરીને ભ્રમરે આપના નિશ્વાસની સુગંધ લેવા માટે આપની પાછળ ભમે છે.
लोकोत्तरचमत्कारकरी तव भवस्थितिः। यतो नाहारनीहारी, गोचरश्चर्मचक्षुषाम् ॥८॥
આપની ભવસ્થિતિ લકેર ચમત્કાર (અપૂર્વ આશ્ચર્ય અને પેદા કરનારી છે, કારણ કે આપના આહાર અને નીહાર ચર્મચક્ષવાળાઓને દેખાતા નથી.