________________
૧૮
शकुनाः पक्षिण प्रदक्षिणगनय म्यू ।।
ભગવંત જે રસ્તે વિહાર કરતા હોય તે રસ્તે ઉપર આકાશમાં જતા ઉત્તમ પક્ષીઓની પંગતિ પ્રદક્ષિણાવાળી થાય છે.
પોપટ, ચાસ, મોર વગેરે પક્ષીઓ દક્ષિણાવર્તમાં પ્રદક્ષિણા આપે છે. શકુન શાસ્ત્રની દૃષ્ટિએ આને ઉત્તમ શકુન કહેવામાં આવે છે.૩
વીતરાગસ્તવમાં કહ્યું છે કે – “હે જગપૂજ્ય! દેવો, દાનવો અને માનવો તે આપના પ્રદક્ષિણા કરે જ છે, પણ પિોપટ આદિ પક્ષીઓ પણ આપ જ્યારે વિહાર દ્વારા પૃથ્વીતલને પાવન કરતા હો ત્યારે ઉપર આકાશમાં પ્રદક્ષિણામાં ફરે છે. હે દેવાધિદેવ! તે પક્ષીઓ દક્ષિણાવર્તામાં પ્રદક્ષિણામાં ફરીને આપ માટે સર્વોત્તમ શકુનને સમુપસ્થિત કરે છે. અહીં કવિઓ આલંકારિક ભાષામાં કહે છે કે –
તેઓ પક્ષીઓ અલ્પનાનવાળા હોવા છતાં પણ તેઓની આપની વિશે અનુકૂળ એવી દક્ષિણાવર્ત ગતિ હોય છે, પણ દુર્લભ માનવજન્મ, સંપૂર્ણ ઈન્દ્રાદિ સામગ્રી અને વિશાળ જ્ઞાનને પામવાનાં કારણે પક્ષીઓ કરતાં મહાન્ હોવા છતાં પણ જેઓ જગવત્સલ એવા આપને વિશે વામ વૃત્તિ–પ્રતિકૂલ આચરણ કરે તે તેની શી ગતિ થશે?” - ત્રિષષ્ટિશલાકાપરષચરિત્રમાં ભગવાન શ્રી કષભદેવના વિહારનું વર્ણન કરતા કહે છે– - “સ્વામીથી પ્રતિકૂળ (વામ) વર્તનારાનું શુભ થાય નહીં, એમ જાણે જાણતા હોય તેમ પક્ષીઓ આકાશમાં ઉપરથી નીચે ઊતરી સ્વામીને પ્રદક્ષિણા ફરી જમણી બાજુએ ચાલ્યાં જતાં હતાં.”
૧ અ ચિં. કા ૧ કલે. દર ો ટી ૨. પ્ર સાગ. ગા. ૪૪૯ ટી. ૩. વી. સ્વ. ક. ૪ લે 11 વીવ અવ ૪ વી સ્ત. પ્ર. ૪ è ૧૧ વીવ નીવ ૫. પર્વ ૧-૨ સર્ગ ૬ પૃ. ૨૦૪–૫