________________
૨૬૩
-
-
-
-
આ જ ગાથા આ રીતે પણ મળે છે –
भाषाविशेषपरिणामविधौ पटिष्ठो जीवादितत्त्वविशदीकरणे समर्थः । दिव्यध्वनियनितदिग्वलयस्तवार्हन् । ,
आकर्षति प्रवरमोक्षपथे मनुष्यान् ।। હે અહંન ! સર્વ ભાષાઓમાં પરિણમવામાં અત્યંત નિપુણ અને જીવ વગેરે તને સ્પષ્ટ કરવામાં સમર્થ એ તમારે દિવ્ય ધ્વનિ સર્વ દિશાઓને વનિત કરતો મનુષ્યોને શ્રેષ્ઠ મોક્ષપથને વિષે આકર્ષે છે.
દિવ્ય ધ્વનિ વિશે ઉપમિતિમાં કહ્યું છે કે–ત્રણ પ્રકારની વચ્ચે વિરાજમાન ભગવંત જ્યારે ધર્મદેશના આપે છે, ત્યારે સતત આનંદ આપનાર એવો દિવ્ય દેવનિ સંભળાયા કરે છે.
ચોથું મહાપ્રાતિહાર્ય
ચામરે
( ચામર શ્રેણી) खे चमरा:। આકાશમાં ચામર વીંઝાતા હોય છે,
ભગવંત ચાલતા હોય છે ત્યારે ઉપર આકાશમાં ચામર વીંઝાતા હોય છે અને જ્યારે દેશના વગેરે માટે બેસે છે, ત્યારે તેમની બંને બાજુ ચામર વીંઝાય છે. ભગવત જ્યારે સમવસરણમાં ચતુર્મુખ હોય છે, ત્યારે ભગવંતની દરેક આકૃતિની બન્ને બાજુ દેવતાઓ વડે ચામર વીંઝાતા હોય છે.
૧ મહા. નવા પ્રસ્તાવના પૃ. ૯ ૨ પૃ. ૬૦૨ . ૬૧૯ ૩ અ. ચિ. કા. ૧. . ૬૧ ટીકા