________________
૨૨૧
પિતાના નાદવડે સમસ્ત અંતરાલ (આકાશભાગ) ને પ્રતિવનિત કરે છે. તે દુંદુભિ કહે છે કે – “વિશ્વમાં આપના શાસનનું ઉદ્વહન કરતા ગણધરે વગેરે આપ્ત પુરુષોને વિષે પણ આપનુ જ પરિપૂર્ણ સામ્રાજ્ય છે. આપ જ ધર્મના ચક્રવત છે. નાથ ! તે ભિનાર સાંભળતાં જ તે આત જનોને અત્યંત આનંદને અનુભવ થાય છે. હે દેવાધિદેવ ! દુંદુભિનાદ વિના સર્વ લોકેને એકી સાથે કેવી રીતે ખબર આપી શકાય કે સૌના મનને પૂર્ણ કરનાર જગતના સ્વામી પધારી રહ્યા છે.”
શ્રી ઋષભદેવ ભગવંતના વિહાર વખતના આ પ્રાતિહાર્યનું વર્ણન કરતા ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત માં કહ્યું છે કે –
જાણે ભગવ તનુ પ્રયાણચિત કલ્યાણમંગલ કરતો હોય તે પિતાની મેળે સતત શબ્દ કરતો દિવ્યદુંદુભિ ભગવંતની આગળ વાગતો હતો
તિલોયપત્તિમાં કહ્યું છે કે –
વિષચક્ષામાં અનાસક્ત અને મેહથી રહિત થઈને શ્રી જિનપ્રભુના શરણે જાઓ” એમ ભવ્યજીને કહેવા માટે જ જાણે દુંદુભિ વાદ્ય ગંભીર શબ્દ ન કરતુ હોય !
લોકપ્રકાશમામાં કહ્યું છે કે –
ભગવાન વિદ્યમાન છતે પ્રાણીઓને કર્મજન્ય કઈ ક્યાંથી હોય !” એમ ગર્જના કરીને જાણે કહેતા હોય તેમ ભગવંતની આગળ આકાશમાં દેવદુ દુભિ વાગે છે.
શ્રી કલ્યાણમંદિર સ્તોત્રમાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજા આ પ્રાતિહાર્યથી ગર્ભિત ભગવન્તની સ્તુતિ કરતાં કહે
૧ પર્વ ૧-૨, સર્ગ ૬, પૃ. ૨૦૪/૫ ૨ ચતુર્થ મહાધિકારી ૩ સ. ૩૦ પૃ ૩૧૨