________________
૨૩૩
૧૮. જલમાં (સવર આદિમાં) ઉત્પન્ન થતા, સ્થલ (ભૂમિ)
ઉપર ઉત્પન્ન થતા, સુંદર, ઉત્તમ શેભાવાળા, નીચે દીઠ અને ઉપર વિકસિત ભાગવાળા, પાંચ વર્ણનાં સુગંધી પુપની ઢીંચણ સુધી ઊંચાઈવાળી રચના થાય છે. આ
પુષ્પોપચાર (પુષ્પપ્રકર) નામને અઢારમે અતિશય છે. ૧૯. ભગવત જે પ્રદેશમાં વિદ્યમાન હોય તે પ્રદેશમાં અમ
નોજ્ઞ (મનને ન ગમતા) શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને
ગ ધ એ પાંચ ઈન્દ્રિય વિષયને અભાવ થાય છે. ૨૦. મનોજ્ઞ (મનગમતા) શબ્દાદિ વિષનો પ્રાદુર્ભાવ થાય છે. ૧૯. [ ભગવંત જ્યાં બેસે તે સ્થાન કલાગુરુ, કુન્દ્રરુક (ચીડા)
તુકક (શિહક) વગેરે નામના ઊ ચા અને અત્ય ત શ્રેષ્ઠ ધૂપના મઘમઘાયમાન (પ્રચુર સુગંધવાળો) ઊંચે
જતો જે સુવાસ, તેનાથી અત્યંત રમણીય થાય છે. ૨૦. શ્રી અરિહંત ભગવંતની બન્ને બાજુ જેઓની ભુજા
ઉપર અત્યન્ત મૂલ્યવાન ઘણું આભૂષણ છે, એવા બે
યક્ષ દેવતાઓ ચામર વીંઝે છે. ] ૨૧. ભગવન્તની દેશના–વાણી હદય ગમ અને એક એજન સુધી સાંભળી શકાય તેવી હોય છે.
૨૨. ભગવન્ત અર્ધમાગધી ભાષામાં ધર્મદેશના આપે, કારણ કે આ જ ભાષા સૌથી અધિક કેમળ હેાય છે.
ર૩. ભગવન્ત જ્યારે અર્ધમાગધી ભાષામાં ધર્મ દેશના આપતા હેય છે, ત્યારે તે ભાષા આર્ય અથવા અનાર્ય મનુષ્યો, હરણ આદિ પશુઓ, પક્ષીઓ અને સર્પ આદિ સરીસૃપ પ્રાણીઓને પોતપોતાની ભાષામાં પરિણમનારી થાય છે અને તે પ્રાણીઓને હિત–અસ્પૃદય, શિવ–મોક્ષ અને સુખ શ્રવણના આનંદને આપનારી થાય છે.
૧. આ બે અતિશયનું વર્ણન રચના મૂલપાઠમાં નથી, પણ ટીકામા
છે, તેથી કૌ સમા મૂકેલ છે.