________________
૨૩૪
૨૪. પૂર્વે આ જન્મમાં કે જન્માક્તરમાં બાંધેલ કે નિકાચિત કરેલ વૈરને ધારણ કરનારા અથવા જન્મજાત વૈરવાળાં પ્રાણીઓ પણ ભગવન્તની પર્ષદામાં હોય ત્યારે પ્રશાંત મનવાળાં થઈને ધર્મ સાંભળે છે, બીજાં પ્રાણીઓની વાત તો બાજુએ મૂકીએ પણ પરસ્પર અતિતીવ્ર વૈરવાળા વૈમાનિક દે, અસુરે, નાગ નામના ભવનપતિ દેવ, સુદર વર્ણવાળા તિષ્ક દેવ, યક્ષો, રાક્ષસ, કિન, કિંગુરુષ, ગરુડ લાંછનવાળા સુપર્ણકુમાર નામના ભવનપતિ દે, ગંધર્વો અને મહારગ નામના વ્યંતર દેવતાઓ પણ અત્યન્ત પ્રશાંત મનવાળા થઈને બહુ જ ભાવપૂર્વક ધર્મદેશના સાંભળે છે.
૨૫. અન્ય ધર્મોમાં સંન્યસ્ત પ્રવચનિકે (સંન્યાસીઓ) પણ ભગવન્ત પાસે આવીને ભગવન્તને નમન કરે છે.
૨૬. ભગવન્તના પાદમૂલમાં આવેલા તે પ્રાવચનિકે નિરુત્તર થઈ જાય છે. જ્યાં શ્રી અરિહંત ભગવન્તો વિચરતા હોય છે ત્યાં ત્યાં પચીસ પેજનામાં –
૨૭. ઈતિ–ધાન્ય આદિને ઉપદ્રવ કરનાર ઉંદરે વગેરે પ્રાણિગણું ન હોય.
૨૮. મારી–ઘણા લોકો જેમાં મરણ પામે એવા રોગ ન થાય. ૨૯. સ્વચક–સ્વદેશમાં રહેલ સૈન્યને ઉપદ્રવ ન હોય. ૩૦. પરચક્ર–પરદેશના સૈન્યને ઉપદ્રવ ન હોય.
૩૧. અતિવૃષ્ટિ–ધાન્યના પાક આદિને નુક્સાન કરે એવો અધિક વરસાદ ન થાય.
૩ર, અનાવૃષ્ટિ–પાક આદિને જોઈએ તે કરતાં ઓછા વરસાદ ન થાય.
૩૩. દુભિક્ષ-દુષ્કાળ ન થાય.
૩૪. પૂર્વે ઉત્પન્ન થયેલ ઔત્પાદિકે–અનિષ્ટસૂચક રુધિરવૃષ્ટિ વગેરે તથા તેનાથી થતાં અનિચ્છે અને તાવ આદિ વ્યાધિઓ શમી જાય છે.