________________
૨૩૨
૯. આકાશમાં પાદપીઠથી સાહિત સ્વચ્છ સ્ફટિકમય સિહાસન
હાય.
૧૦. અત્યંત ઊંચે, હજારો નાની પતાકાઓથી સુશોભિત અને
રમણીય ઈન્દ્રધ્વજ ભગવાનની આગળ ચાલે. ૧૧. જ્યાં જ્યાં પણ શ્રી અરિહંત ભગવંતો ઉભા રહે અથવા
બેસે ત્યાં ત્યાં યક્ષ દેવતાઓ પાદડાંઓથી સંછ, પુષ્પો અને પર્વોથી સમાકુલ, છત્રોથી સહિત, અને પતાકા
એથી સહિત એવા શ્રેષ્ઠ અશકક્ષવૃક્ષની રચના કરે. ૧૨. ભગવંતના મસ્તકપ્રદેશના થોડાક પાછળના ભાગમાં
ભામંડલની રચના થાય છે, તેનાથી અંધકારમાં પણ દશે
દિશાઓ પ્રભાસિત થાય છે. ૧૩. ભગવંત જે પ્રદેશમાં વિદ્યમાન હોય તે ભૂમિપ્રદેશ
અત્યંત સમ અને રમણીય થાય છે. ૧૪. કાંટાઓ અધોમુખ થાય છે. ૧૫. સર્વ વસ્તુઓ અવિપરીત (અનુકૂળ) સુખકારક થાય છે. ૧૬. શીતલ સુખકર પર્શવાળા અને સુગંધી સંવર્તક
નામના પવનથી ભગવંતની આસપાસની એક જન
પ્રમાણ ભૂમિનું સપ્રમાર્જન થાય છે. ૧૭. તે જ એજનપ્રમાણે ભૂમિ ઉચિત રીતે ઝરમર ઝરમર
વરસતા સુગંધી જલના વાદળાંઓમાંથી થતી વૃષ્ટિ વડે રજ અને રેણુથી રહિત કરાય છે. “ગોદરક વર્ષો નામને આ સત્તરમે અતિશય છે.
૧ નાની નાની ધજાઓને પતાકા કહેવામાં આવે છે. ૨ રજ=પવનથી આકાશમાં ઊડતા માટીના કણો. રેણુ=જમીન પર
રહેલ ધૂળ.