________________
અંતિમ મંગલ , હે દેવાધિદેવ! આ રીતે જેવી ચોત્રીસ અતિશ, આઠ પ્રાતિહાર્યો વગેરે મહાન વિભૂતિ (દ્ધિ, ઐશ્વર્ય) ધર્મોપદેશ કરતી વખતે આપને હોય છે, તેવી બીજા દેને કદાપિ હોતી નથી. અંધકારને નાશ કરનાર સૂર્યની જેવી પ્રભા હોય છે તેવી પ્રભા સંપૂર્ણ વિકસિત (પ્રકાશિત) થયેલા ગ્રહના સમુદાયની ક્યાંથી હોય !
ભકતામર સ્તોત્ર, ગાથા ૩૭ (૧) ચિત્રીશ અતિશયોને પ્રાપ્ત, આઠ પ્રાતિહાર્યોથી સંયુક્ત, ભવ્ય જીના મોક્ષને કરનારા અને ત્રણે ભુવનના નાથ એવા સર્વ તીર્થકર ભગવંતોને હું નમસકાર કરું છું.
– તિલેય પણત્તિ, મહાધિકાર ૪