________________
૨૨૪
ઋતુનો ચંદ્રમા, કુંદ અને કુમુદ જેવા અત્યંત શુભ્ર, લટકતી મતીએની માળાઓની પંક્તિઓના કારણે અત્યંત મરમ અને પવિત્ર એવાં ત્રણ છત્ર દેવતાઓ વડે નિર્મિત કરાય છે.'
શ્રી સમવાયાંગ સૂત્રમાં આ અતિશય વિષે કહ્યું છે કે – आगासगय छत्त' ।
- આકાશમાં ત્રણ છત્ર હેય છે. લેકપ્રકાશમાં કહ્યું છે કે –
ઉજવલ મોતીઓથી શોભતા એવા ઉપર ઉપર રહેલ ત્રણ છત્ર જાતને વંદનીય એવા ભગવન્તની ઉપર શોભે છે; વિહાર વખતે ભગવન્તની ઉપર રહીને ભગવતની સાથે સાથે ચાલે છે. જગતને વંદનીય એવા ભગવત ઉપર રહેવાનો લાભ પિતાને મળ્યો છે, એથી જ જાણે એ છત્રોએ આનંદથી પોતાની ગ્રીવા ઉપર ન કરી હોય
આ પ્રાતિહાર્ય વિશે શ્રી વીતરાગસ્તવ અને તેની ટીકા તથા અવસૂરિમા તુતિરૂપે કહ્યું છે કે –
લપુરુષરૂપી મહારાજના મુગુટના મણિ, હે દેવાધિદેવ ! આપના મસ્તક ઉપર ત્રણ છત્ર શોભે છે. એક છત્ર ઉપર બીજુ છત્ર અને બીજા ઉપર ત્રીજું છત્ર, એમ ઉપરાઉપરી રહેલાં આ ત્રણે છત્ર આપની જ પુણ્યસંપત્તિના પ્રવર્ધમાન પ્રકર્ષ સમાન છે. એ ત્રણે છત્ર બતાવે છે કે આપની આ દરે જ ત્રણે ભુવનની પ્રભુતાનો પ્રકર્ષ સમાવિષ્ટ છે. શ્રી ભકતામર સ્તવમાં કહ્યું છે કે –
१. तथा भूर्भुव स्वस्त्रयैकमाम्राज्यसमूचक शरदिन्दुकुन्दकुमुदावदात प्रलम्बमानमुक्ताफलपटलावचूलमालामनोरम छत्रत्रयमतिपवित्रमासूच्यते ।
પ્રવ. સાગે. ગા ૪૪૦ વૃત્તિ ૨. સૂત્ર ૩૪. અતિશય ૭ મો. ૩. લેક પ્ર. સ. ૩૦ પૃ. ૩૧૨ ૪ પ્ર ૫ શ્લો. ૮