________________
૨૨૪
સૂત્ર દ્વારા વર્ણન કરતાં શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે आगासगयाओ सेयवरचामरामा । આકાશમાં અત્યંત દેદીપ્યમાન અને તે શ્રેષ્ઠ ચામરોવીંઝાય છે.
શ્રી સમવાયાંગ સૂત્રની ટીકામાં અન્ય વાચનામાં મળતું એક મૂલ સૂત્ર આ રીતે આપેલું છે —–
उभो पासिं च ण अरहताणं भगवताण दुवे जक्खा कडतुडियथभियभया चामरुक्खेवण करति । - શ્રી અરિહંત ભગવંતની બન્ને બાજુએ જેઓની ભુજાઓ ઉપર અત્યંત મૂલ્યવાન આભૂષણો છે, એવા બે યક્ષ દેવતાઓ ગ્રામર વીંઝે છે. તિલેયપત્તિમાં કહ્યું છે કે –
મૃણાલ, કુદપુષ્પ, ચંદ્રમા અને શંખ સમાન વેત અને નમેલા દેવતાઓના હાથ વડે વીંઝાતા ચામર વડે ભક્તિ કરાતા શ્રી જિનેન્દ્ર ભગવંત જયવતા વતે છે.”
તે ચામમાં રહેલા વાળ એટલા બધા વેત અને તેજસ્વી હોય છે કે તેમાંથી ચારે બાજુ કિરણ નીકળતાં હોય છે. તે ચામરને ઉત્તમ રત્નોથી ખચિત એવા સોનાના દંડ (હાથી) હોય છે, તેમાંથી પણ રંગ – બેરંગી તેજસ્વી કિરણ નીકળતાં હોય છે. જે દેવતાઓના હાથમાં તે ચામરો હોય છે, તે દેવતાઓ અને તેઓનાં આભૂષણો પણ તેજસ્વી હોય છે. તે આભૂષણોમાંથી પણ પ્રકાશ વહેતો હોય છે. આ બધાં કારણથી જ્યારે તે ચામરે વીંઝાતા હોય છે ત્યારે તે ચામરેની ચારે બાજુએ તેજસ્વી કિરણે જાણે
૧ સુત્ર ૩૪, અતિશય ૮ ૨ વાચનાતર સૂત્રમાં અતિશય ૨૦ ૩ ચતુર્થ મહાધિકાર