________________
૧૫
નૃત્ય ન કરતા હોય તેવો ભાસ થાય છે. જેનારને એ આભાસ થાય છે કે જાણે અનેક ઈન્દ્રધનુષ્યો નૃત્ય ન કરી રહ્યાં હોય !
લોપ્રકાશમાં કહ્યું છે કે – ચન્દ્રમા સમાન ઉજવલ ચામરે વારંવાર નીચે અને ઊંચે થઈ રહ્યા હોય છે. તેઓ નમન (નીચે જવું) અને ઉન્નમન ( ઊંચે જવું) વડે સૂચવે છે કે – પ્રભુને નમસ્કાર કરવાથી સજજનો ઊચી ગતિને પામે છે.
આ પ્રાતિહાર્ય વિશે શ્રી વીતરાગસ્તવ અને તેની ટીકા તથા અવસૂરિમાં કહ્યું છે કે –
“હે ભગવન ! આપ જ્યારે સમવસરણમાં વિરાજમાન હો અથવા પૃથ્વીતલને વિહાર વડે પાવન કરતા હે ત્યારે આપ સુરો અને અસુરોના હાથમાં રહેલ ચામરેની શ્રેણિથી નિરતર વીંઝાઓ છે. હે સ્વામિન્ ! શરદ બાતુના ચદ્રમાના કિરણોના સમૂહ જેવા ઉજજવલ એવા તે ચામરે બહુ જ સુંદર રીતે શોભે છે. આ દશ્ય જોતા જ એવું લાગે છે કે જાણે ચામર રૂપી હસેની શ્રેણી આપના મુખકમલની પરિચર્યા–સસુપાસનામાં પરાયણ–-તત્પર ન હોય ? ?
હે દેવાધિદેવ! આપના મુખને કવિઓ કમલની ઉપમા એટલા માટે આપે છે કે આપનું મુખકમલ કેમલ કંઠરૂપ નાલથી સહિત છે, લાલિત્યથી પરિપૂર્ણ એવા અધર (ઓઠ ) રૂપ દલથી શોભે છે, દંતપંક્તિનાં કિરણોરૂપ કેસોની શ્રેણથી વિરાજિત છે, તિલ આદિ શુભ ચિહ્નરૂપ ભ્રમરથી પરિચુંબિત છે, સ્વભાવથી જ સુરભિ ( સુગધી) છે અને કૈવલ્યરૂપ લક્ષ્મીનું નિવાસસ્થાન છે.”
કલ્યાણમદિર સ્તોત્રમાં આ પ્રાતિહાર્ય ગર્ભિત સ્તુતિ વડે કહ્યું છે કે –
૧ આ પ્રવ. સારા. ગા. ૪૪૦ વૃત્તિનો ભાવાર્થ છે. ૨ લોક પ્ર સ. ૩૦ પૃ. ૩૧૨ ૩ વી. સ્વ. પ્ર. ૫ લે. ૪ ટીકા. અવ.