________________
૨૧૧
ક્ષીરસવી, સપિરાસવી, મધ્વાસવી અને અમૃતસવીલ મુનિવરમાં ચૂડામણિ સમાન હે જિનદેવ! મેરુપર્વત વડે મંથન કરાતા ક્ષીરસમુદ્રના વનિ સમાન ગભીર નાદ વડે જ્યારે આપ દેશના આપો છે, ત્યારે માધુર્ય રસથી પરિપૂર્ણ એવા આપની વાણીના ધ્વનિને અપૂર્વ આન દમાં નિમગ્ન મન વડે દેવગણે તો સાંભળે જ છે, કિતુ અનુપમ સહજ પરમ સુખના પ્રકર્ષથી જેઓનાં નેત્ર અર્ધનિમીલિત થયાં છે, એવાં મૃગલાંઓ પણ તેને તીવ્ર સ્પૃહાથી સાંભળે છે.
સર્વ જીવના વચનથી અને તગુણ અધિક ઉપાદેયતાવાળા વચનના અધિપતિ હે સ્વામિન્ ! જ્યારે તે મૃગલાંઓ આપના દિવ્યવનિને સાંભળે છે, ત્યારે તેઓની ગ્રીવાઓ હર્ષથી ઊચી થઈ જાય છે અને જાણે ચિત્રમાં આલિખિત તેવાં હેય અતિસ્થિર થઈ જાય છે.
હે નાથ ! આપને તે લોકેત્તમ ધ્વનિ માલવકેશિક (માલકેશ) પ્રમુખ ગ્રામશગ વડે પવિત્રિત સંવલિત હોય છે. જગતના પરમગુરુ હે જિનેશ્વર દેવ ! કવિઓ અહીં “ીઃ વીતઃ –તે ધ્વનિનું મૃગલાંઓ વડે પાન કરાય છે,’ એમ એટલા માટે કહે છે કે મૃગલાંઓ વનિ–સિક હોય છે.
સર્વજ્ઞત્ત્વને કારણે સંગીતના ગ્રામરાગોનાં સર્વસ્વને જાણનાર હે કલાનાથ ! આપ માલકેશ રાગમાં દેશના એટલા માટે આપે છે કે તે રાગ વૈરાગ્યરસ ઉત્પન્ન કરવા માટે અતિસરસ હોય છે. '
આ દિવ્યધ્વનિ પ્રાતિહાર્યથી ગર્ભિત ભગવંતની સ્તુતિ કરતાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજા કલ્યાણમ દિર સ્તોત્રમાં કહે
૧ મુનિઓની આ ચાર લબ્ધિઓ ( સિદ્ધિઓ) છે એ ચારમાં અનુક્રમે વાણું જાણે ક્ષીર, ધૃત, મધુ અને મધના માધુર્યને ન ઝરતી હાય તેવી હોય છે. २ मालवकैशिकी वैराग्यव्यञ्जको अतिसरसो रागविशषः ।
–વી. ત. પ્ર. ૫ કલેક ૩ અવ.