________________
૨૦૯
ત્રીજું મહાપ્રાતિહાર્ય
દિવ્યધ્વનિ બધી જ પ્રવૃત્તિઓ છોડીને એકદમ દેડી આવેલા એવા અને જેઓએ પિતાનું મુખ ઊંચું કર્યું છે એવા હરિના સમૂહ વડે અત્યંત આકુલતાપૂર્વક શ્રવણ કરાતે, સર્વજનેને આનદપ્રમોદ આપનારે અને અત્યંત સરસ અમૃતરસ–જેને દિવ્યધ્વનિ દેવે વડે કરાય છે.૧
અહીં કેટલાક એ પ્રશ્ન કરે છે કે ઉત્તમ સાકર અને દ્રાક્ષ વગેરેના રસથી મિશ્રિત, સારી રીતે ઉકાળાયેલ સ્નિગ્ધ દૂધ જે અને સર્વ જનોને આહલાદદાયક જે તીર્થકર ભગવંતનો વિનિ તે પ્રાતિહાર્ય કેમ કહેવાય ?
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે કે શ્રી તીર્થકર ભગવતની વાણી સર્વ મધુર અને મનોરમ પદાર્થોના સમૂહો કરતાં અત્યંત મધુર શબ્દવાળી સ્વભાવથી જ હોય છે. જ્યારે માલકેશ વગેરે રોગો વડે ભવ્ય જનના ઉપકાર માટે ભગવાન દેશના આપે છે, ત્યારે ભગવ તની બન્ને બાજુ રહેલા દેવતાઓ વડે વેણુ, વીણા વગેરેના ધ્વનિ વડે તે જ ભગવતના શબ્દો વધારે કર્ણપ્રિય કરાય છે. જેવી રીતે મધુર ગાયનમાં પ્રવૃત્ત અત્યંત તરુણ ગાયિકા–સમૂહોનો ગીતવનિ ઉચિત વાજિત્રોના વિનિઓ વડે વધારે મધુર કરાય છે, તેમ અડીં પણ જાણવુ સ ગીતમાં વાજિંત્રો વગેરેને ધ્વનિ ભળતાં તે વધુ આહલાદક થાય છે, એ તે સુવિદિત જ છે.
१ सरसनरसुधार मसादरः सरभसविविधदेशापहृतमुक्त व्यापार-प्रसारितवदनैः कुरगकुलै राकुलाकुलरुत्कणराकर्ण्यमानः सकलजनानन्द-प्रमोददायी दिव्यध्वनिवितन्यते ।
–પ્રવ સારે. ગા. ૪૪૦, વૃત્તિ ૨ પ્રવ સારો ગા. ૪૪૦, વૃત્તિ દે ભ મ ૧૪