________________
૨૧૦
અહીં જેટલા અંશમાં દેવતાઓને ધ્વનિ (વાજિંત્રના) છે, તેટલા અશમાં પ્રાતિહા પણું જાણવું.
દ્વિવ્યધ્વનિ પ્રાતિહાર્ય કેમ કહેવાય છે, તે પ્રવચનસા દ્વારની વૃત્તિમાં દર્શાવેલી અપેક્ષાને આપણે જોઈ ગયા. હવે વીતરાગસ્તવની ટીકામાં દર્શાવેલી બીજી અપેક્ષાએ તે જોઈએ. તે આ રીતે છે—
तथा धर्मोपदेशावसरे हि भगवान् स्वभावसुभगभविष्णुना श्रोतृजनश्रोत्रपुटविशत्पीयूषकुल्यातुल्येन निरायासप्रवृत्तेनैव स्वरेण देशना विधत्ते, किन्तु वृत्तिकृत इव सूत्र, सुरास्तमेव स्वरमायोजन विष्वग् विस्तारयन्ति, अतो देवकृतत्वात् स दिव्यध्वनिरभिधीयते ।
૧
ધર્મના ઉપદેશ આપતી વખતે ભગવાન, સ્વાભાવિક સૌભાગ્યથી ઉત્પન્ન થતા, શ્રોતા જનેાના કર્યું વિવરોમાં પેસતા અમૃતના નીક જેવા અને અનાયાસે ખેલાતા સ્વર વડે દેશના આપે છે, પરન્તુ જેમ ટીકાકારા સૂત્રને ટીકા વડે વિસ્તૃત કરે છે, તેમ તે જ ભગવંતના સ્વરને દેવતાએ ચારે ખાજુ એક ચાજન સુધી વિસ્તારે છે, તેથી પ્રસારિત ધ્વનિ દેવકૃત હેાવાથી તે અપેક્ષાએ દ્રિયધ્વનિ કહેવાય છે.
આ દિવ્યધ્વનિ વિશે લોકપ્રકાશમાં કહ્યું છે કે —
मालव कैशिकी मुख्यग्रामरागा चितोऽईताम् । आयोजन ध्वनिर्दिव्यध्वनिमिश्रः प्रसर्पति ॥
>
માલકાશ પ્રમુખ રાગેામાં કહેવાતી ભગવતની દેશનાના ધ્વનિ દ્વિવ્યધ્વનિથી મિશ્ર થઈને એક ચેાજન સુધીમાં ફેલાય છે.
આ પ્રાતિહા ને વિશે શ્રી વીતરાગસ્તવમાં તથા તેની ટીકા અને અવચૂરમાં કહ્યું છે કે
૧ વીં. સ્ત. પ્ર. ૫ બ્લેક. ૩ ટીકાની અવતરણિકા
૨ લેક પ્ર સ. ૩૦ ૬ ૩૧૨
૩ પ્ર પ્ લેાક ૪