________________
સમવસરણની મધ્યપીઠની મધ્યમાં ઉત્તમ અશોકવૃક્ષ હોય છે. તેની શાખાઓ વિસ્તીર્ણ અને છાયા નીર પ્રગાઢ હોય છે. અશેકવૃક્ષની નીચેથી કેઈ ઉપર જુએ તે તેને આકાશ જરા પણ ન દેખાય, સર્વત્ર ઝાડનાં પાંદડાં વગેરે જ દેખાય. તેની નીચે બેસનારને સૂર્યનો તડકે જરા પણ ન લાગે. તે એક જન જેટલું વિસ્તૃત (ફેલાયેલો હોય છે. તેની ઉપર સર્વત્ર પતાકાઓ, તોરણે વગેરે હેય છે. તે વેદિકાથી સહિત હોય છે. તેમ જ તેના ઉપર ભગવંતના મસ્તક ઉપર આવે એ રીતે ત્રણ છત્ર ગોઠવાયેલાં હોય છે. તેની ઉપર સર્વત્ર સર્વકાળમાં તુ હેાય છે એટલે કે પુષ્પો વગેરે હોય છે. તે વૃક્ષની ઉપર ભગવંતનું જ્ઞાનોત્પત્તિ–વૃક્ષ હોય છે, તે ચિત્યવક્ષ દેવતાઓથી પૂજિત હોય છે. તે અશોકવૃક્ષના મૂલ પાસે અરિહંતને દેવછંદે દેશના વખતે બેસવાનું સ્થાન ) હોય છે. ત્યાં ચાર દિશાઓમાં ચાર સિહાસન હોય છે.
જગતમાં સૌથી સુંદર વૃક્ષો ઈન્દ્રનાં ઉદ્યાનમાં હોય છે. તે સુંદર વૃક્ષો કરતાં પણ આ અશેક ક્ષ અનંતગુણ સુ દર હોય છે ? આ અશોકવૃક્ષને બનાવનાર દેવતાઓ હોય છે, છતાં તેમાં સૌંદર્ય આદિ ગુણોની જે પરાકાષ્ઠો આવે છે, તે ભગવંતને અતિશય છે.
ભગવંત જ્યારે સમવસરણમાં અશોકવૃક્ષ પાસે પધારે છે, ત્યારે સૌથી પહેલાં ત્રણ પ્રદક્ષિણ અશોકવૃક્ષને કરે છે. તે પછી જ ભગવંત સિંહાસન પર બેસે છે.
१ असुरसुरगरुलमहिया चेइयरूक्खा जिणवराण ।
શ્રી જિનવરોના ચૈત્યવૃક્ષો અસુરે, સુરે અને ગરુડ લાછનવાળા સુપર્ણકુમાર ભવનપતિ દેવતાઓથી પૂજિત હોય છે.
– લેક પ્ર. સ. ૩૦ પૃ. ૨૬૩ ૨ ઉત્તરોઅતિ (ચતુર્થ મહાધિકાર)માં કહ્યું છે કે –
આ અશોકવૃક્ષને જોઈને ઈન્દ્રનું ચિત્ત પણ પોતાના ઉદ્યાનમાં રમતુ નથી.