________________
૧૯૮
मेस जिणाणमसोओ सरीरओ बारसगुणो उ ॥
શ્રી ઋષભદેવ ભગવંતના અશોકવૃક્ષ ૩ ગાઉ ઊંચા, શ્રી વધુ માન સ્વામીના ૩૨ ધનુષ્ય અને બાકીના જિનેશ્વર ભગવાને અશોકવૃક્ષ તે તે જિનેશ્વરીના શરીર કરતાં ખાર ગણા ઊંચા હોય છે.
લેાકપ્રકાશમાં કહ્યુ છે કે—
શ્રી વર્ધમાન સ્વામીનુ શરીર છ હાથ હતુ. તેને ૧૨ થી ગુણતાં ૮૪ હાથ એટલે ૨૧ ધનુષ અશેકવૃક્ષની ઊંચાઈ થાય. આ ૨૧ ધનુષવાળા અશેાકવૃક્ષ ઉપર ૧૧ ધનુષ ઊંચા સાલવૃક્ષ હાય છે. એ બન્નેની ઊંચાઈ મળીને ૩૨ ધનુષ ગણવામાં આવે છે.
આ સાલવૃક્ષ તે વૃક્ષ છે કે જેની નીચે શ્રી વમાન સ્વામીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હતુ. શાસ્રીય પરિભાષામાં આને ચૈત્યવૃક્ષ કહેવામાં આવે છે.
આ ચૈત્યવૃક્ષની વ્યાખ્યા કરતાં લેાકપ્રકાશમા કહ્યું છે કે— चैत्यावृक्षा ज्ञानोत्पत्तिवृक्षाः ।
ચૈત્યવૃક્ષો તે વૃક્ષો કહેવાય છે કે જેની નીચે શ્રી ઋષભાદિ જિનેશ્વરાને કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય છે.
દરેક તીથ કરને ઉત્તમ વૃક્ષની નીચે જ કેવલજ્ઞાન થાય છે. ચાવીસે વૃક્ષોના નામ સમવાયાંગસૂત્રમાં છે. તેનું અવતરણ લોકપ્રકાશમાં છે.
૧ સ ૩૦, ૫ ૨૬૩
૨ લેા પ્ર સ. ૩૦ પૃ. ૨૬૩
૩ લેપ્ર સ ૩૦ પૃ ૨૬૩