________________
૧૯૭
છે.તે પુપોમાંથી સતત નીકળતા પરિમલથી ભમરાઓના સમૂહો દૂર દૂરથી ખેંચાઈને આવે છે. તે ભમરેનો રણરણ અવાજ ત્યાં આવેલા ભવ્ય જેના કાનને મધુર સંગીત અર્પિત કરે છે. આવો મનોરમ આકારવાળો, વિશાળ શાખાઓવાળે અને એક એજન પ્રમાણ વિસ્તારવાળે તે અશોક વૃક્ષ હોય છે.
શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે –
जत्थ जत्थ वि य ण अरहता भगवतो चिट्ठति वा निसीयति वा तत्थ तत्थ वि य ण जक्खा देवा सच्छन्नपत्तपुप्फपल्लवसमाउलो सच्छत्तो सज्झओ सघटो मपडागो असोगवरपायवो अभिसजायइ । - જ્યાં જ્યાં પણ અરિહંત ભગવંતો ઊભા હોય છે અથવા બેસે છે ત્યાં ત્યાં યક્ષ દેવતાઓ પાંદડાઓથી સ છન્ન, પુષ્પ અને પલ્લવોથી સમાકુલ તથા છત્રો, ધજાઓ, ઘ ટો અને પતાકાઓથી સહિત એવા શ્રેષ્ઠ અશોક વૃક્ષની રચના કરે છે.
આ અશોકવૃક્ષની ઊંચાઈ ભગવ તની ઊંચાઈ કરતાં બાર ગણી હોય છે. શાસ્ત્રમાં ચરમ તીર્થ કર શ્રી મહાવીર ભગવંતના અશોક વૃક્ષની ઊંચાઈ ૩ ધનુષ પ્રમાણ બતાવવામાં આવી છે. લોકપ્રકાશમાં કહ્યું છે કે
उसभस्स तिन्नि गाउ य,
बत्तीस धणू णि वद्धमाणस्स ।
१ निच्चोउगो त्ति नित्य सर्वदा ऋतुरेव पुष्पादिकालो यस्य स नित्यर्तुकः । આ અશોકવૃક્ષને સદા ઋતુ-પુષ્પ વગેરેને કાળ હોય છે
– પ્રવ સારે. ગા. ૪૪૦ વૃત્તિ ૨ સૂત્ર ૩૪ ३ असोगवरपायव जिणउच्चताओ वारसगुण सक्को विउव्यइ । - જિનેશ્વરની ઊ ચાઈથી બાર ગુણ અશોકવૃક્ષ શક્ર વિકુવે છે
– આવશ્યક ચૂર્ણિ