________________
૨૦૬
આઠે મહાપ્રતિહાર્યોમાં પ્રથમ બે પ્રાતિહા દૃશ્યની અપેક્ષાએ વ્યાપક છે. ભગવ તના મસ્તક ઉપર આકાશમાં ચારે બાજુ લાલ પાંદડાંઓ, પુપો વગેરેવાળે એક જન વ્યાપી અશોકવૃક્ષ હોય છે, જ્યારે ભગવંતના પગની ચારે બાજુ ભૂમિ ઉપર રોજન વ્યાપી પુષ્પ–પ્રકાર હોય છે. અશેકવક્ષની ઉપરના વાતાવરણમાં ભુવનવ્યાપી દુંદુભિનાદ હોય છે, જ્યારે અશોકવૃક્ષની નીચેના વાતાવરણમાં રોજન વ્યાપી દિવ્યધ્વનિ હોય છે. પ્રકાશની અપેક્ષાએ સમવસરણમાચાર રૂપવાળા ભગવંતનો તેમજ ચાર ભામડલનો સૌમ્ય અને આંખને આનંદ આપનાર પ્રકાશ સર્વત્ર હોય છે. સમવસરણની મધ્યમાં ભગવંતનો, ભામંડલને, ચામના મણિમય દંડન. સિંહાસનના રત્નો અને ત્રણે છત્રોને પ્રકાશ હોય છે. આ સમુદિત પ્રકાશ જગતમાં સમવસરણ સિવાય અન્યત્ર ક્યાંય કદી પણ જોવા મળે જ નહીં.
પુષ્પવૃષ્ટિમાં કલ્પવૃક્ષનાં પુષ્પ, પારિજાત પુપિ વગેરે દિવ્ય પુષ્પો હોય છે. તેમ જ મચકુંદ, કુંદ કુમુદ, કમલ, મુકુંદ, માલતી વગેરેનું જલ–સ્થલજ પુપે હોય છે.'
ભગવતને પગ મૂકવા માટે દેવતાઓ સુવર્ણ કમળ રચે છે. અને ભગવંતની ભક્તિનિમિત્તે પુષ્પવૃષ્ટિ કરે છે. જેમ ભગવંતના
१ उच्च वनव्यापी दुन्दुभिध्वानः स्याद् ।
– અ. ચિ. કો-૧ લો. ૬૨ ટીકા ૨ વિશેષ માટે જુઓ ત્રીજા મહાપ્રાતિહાર્યનું વર્ણન. ૩ વી. સ્ત પ્ર. ૪ ક. ૧૦ ટીકા જ પ્રવ. સા. ગા ૪૪૦, વૃત્તિ
૫ ઉતરીકgooતિમાં કહ્યું છે કે – “શ્રી જિનેન્દ્રભગવતના ચરણકમળનાં મૂલમાં ભક્તિયુક્ત દેવોએ કરેલી ઉત્તમ પુષ્પવૃષ્ટિ થાય છે. તે પુષ્પો રણરણ કરતા ભમરાઓથી વ્યાપ્ત હોય છે.
–ચતુર્થ મહાધિકાર