________________
૨૦૫
સમવસરણભૂમિમાં આ પુષ્પવૃષ્ટિ એક ચેાજન સુધી સર્વાંત્ર હાય છે. તેમાં સ્થલજ અને જલજ પુષ્પો સચિત્ત હાય છે અને દેવવિકુર્વિત પુષ્પા અચિત્ત હાય છે. ગમે તેટલા લેકે તે પુષ્પા ઉપરથી જાય—આવે તે પણ તે પુષ્પાને ભગવંતના પ્રભાવથી લેશ પણ પીડા થતી નથી, એટલું જ નહીં, કિન્તુ ભગવ તની દેશના દિના કારણે ગમનાગમન કરનારા તે લેાકેાના પગના સ્પર્શથી તે પુષ્પા જાણે અમૃતથી સિચાયાં હાય તેમ વધુ ઉલ્લાસવાળા થાય છે. આ પણ ભગવંતના જ અચિંત્ય અને અનુપમ પ્રભાવ છે. આ રીતે વસ્તુસ્થિતિ હાવાથી તે સચિત્ત પુષ્પા ઉપરથી ગમનાગમન કરનારા મુનિ ભગવ તેને પણ વિરાધનાના દોષ લાગતા નથી.
૧
શ્રી સમવાયાગ સૂત્ર માં પુષ્પવૃષ્ટિને બદલે પુપેાપચાર શબ્દના પ્રયોગ કરવામાં આવ્યા છે. પુષ્પાપચારના અથ ટીકામાં પુષ્પપ્રકર કરવામાં આવ્યે છે. તેના અથ પુષ્પની વ્યવસ્થિત રચના થાય છે. દેવતાએ કેવળ પુષ્પો વરસાવે છે, એવુ નથી પણ સાથે સાથે તે પુષ્પાની વ્યવસ્થિત રચના પણ કરે છે, તેમાં સ્વસ્તિક, શ્રીવત્સ વગેરે પ્રશસ્ત આકૃતિઓની રચનાઓ કરાય છે. જેમ આજે પણ ભગવંતની લાખે। પુષ્પોથી આગી રચવામા આવે છે, તેમાં લગભગ મેટા ભાગનાં પુષ્પો ભગવંતની આગળ વ્યવસ્થિત આકૃ તિએમાં (ડીઝાઈ નેામાં પાથરવામાં આવે છે, તેમ ભગવંતની ચારે બાજુ ઢીંચણ પ્રમાણુ પુષ્પરચના દેવતાઓ કરે છે.
૧ આ પ્રવ. સારી. ગા, ૪૪૦ વૃત્તિને સારાશ છે. २ जाणुस्सेहपमाणमित्ते पुष्कोवयारे किज्जइ । ઢીંચણ સુધીની ઊંચાઈવાળા પુષ્પાપચાર કરાય છે.
~~~સૂત્ર ૩૪ ३ स्वस्तिकश्रीवत्सादिरचनाविशेषेणदेवैः रचितत्वाद्दिव्यः
पचवर्ण
JqXર : 1
સ્વસ્તિક, શ્રીવત્સ વગેરે વિશેષ પ્રકારની રચના વડે દેવતાએએ રચેલ દિવ્યપુષ્પપ્રકર
—વી. સ્ત પ્ર. ૪ અવ. લેા. ૧૦