________________
૧૯૨
હે વચનાતીત ચરિત્રવાળા સ્વામિન! ત્રણે જગતના પરમ ગુરુ એવા આપ જ્યાં વિચરતા હો તે પ્રદેશમાં પાંચેય ઈન્દ્રિયોના વિષયો પ્રતિકૂલ થતા જ નથી, એટલું જ નહિ, કિન્તુ તે બધાં આપને અનુકૂળ થઈ જાય છે.
આપ જે પ્રદેશમાં વિચરતા હો તે પ્રદેશમાં વેણુ, મૃદંગ, મધુરગીત વગેરેના શબ્દો તથા “જય પામે, જય પામે, “ઘણું
, ઘણું જીવે, વગેરે પ્રશસ્ત ઉચ્ચારે જ સંભળાય, તે બધા જ શબ્દ કણેન્દ્રિયને સુખકર જ હોય છે. પરંતુ રૂદન વગેરેના કરુણ શબ્દો તથા ગધેડું, ઊ ટ, કાગડો વગેરેના કર્કશ શબ્દો, જે કર્ણ ઈન્દ્રિયને દુખકારક હોય તે કદાપિ ન જ સભળાય.
એવી જ રીતે તે પ્રદેશમાં સુદર સ્ત્રી-પુરુષ, રાજાઓ, દેવતાઓ, દેવવિમાનો, ઉત્તમ ફળથી સહિત ઉદ્યાનો, જલપૂર્ણ સવ, સુદર કમલખડો વગેરે પ્રશસ્ત નયનેન્દ્રિયના વિષયો જ આંખ સામે આવે, કિwતુ મેલા શરીરવાળાં પ્રાણીઓ, રેગીઓ, મૃતશરીરે વગેરે ટિપથમાં કદાપિ ન આવે.
એવી જ રીતે સાકર, ખજૂર, નાળિયેર, શેરડી, આંબા, નારગી, કેળાં, દાડિમ વગેરે વસ્તુઓ ઉત્તમ મધુર રસમા પરિણત થાય છે, કિન્તુ અપ્રિય રસવાળી વનસ્પતિઓ તે પ્રદેશમાં કદાપિ હોતી નથી.
એવી જ રીતે તે પ્રદેશમાં અત્યંત મૃદુ સ્પર્શવાળાં અને ઉત્તમ વસ્ત્રોથી વિભૂષિત નરનારીઓ વગેરે જ વિદ્યમાન હોય, કિન્તુ કઠિન સ્પવાળાં પ્રાણીઓ, પત્થરે વગેરે વિદ્યમાન ન હોય”
એવી જ રીતે કસ્તૂરી, ચંદન, પારિજાત, કમલ વગેરેની સુગંધ જ ત્યાં હોય, પણ કલેવર વગેરેની દુર્ગધ ત્યા કદાપિ ન હોય.
હે દેવ! જેમ બૌદ્ધ, સાંય, શિવ, મીમાંસક, ચાર્વાક વગેરે મતના તાર્કિકે આપની સમીપમાં આવતાં જ પ્રતિહત પ્રતિભાવાળા થઈ જવાથી પ્રતિકૂળતાનો ત્યાગ કરે છે, તેમ પાચે ઈન્દ્રિાના વિષયે આપની સમીપતામાં પ્રતિકૂળતાને ત્યાગ કરી અનુકૂલ થઈ જાય છે.”