________________
૧૮૬
પણ આપના જેવી કેશાદિની સદા અવસ્થિતતા રૂપ બાહો એગ મહિને માને પણ તેઓ પામી શક્યા નથી.
“હે દેવાધિદેવ! આપ જ્યારથી સર્વવિરતિ સામાયિકની મહાપ્રતિજ્ઞાનો ઉચ્ચાર (સ્વીકાર) કરે છે ત્યારથી જ આપના કેશ, રેમ, નખ, દાઢી અને મૂછ સદા એકસરખાં રહે છે. તે વધતાં પણ નથી અને ઘટતાં પણ નથી.
હે નાથ! આપની સર્વ વિરતિની પ્રતિજ્ઞાના અવસરે ઈદ્રથી પ્રેરિત વાવડે આપના નખાદિની ઉદ્દગમ-શક્તિ પ્રતિહત થઈ જાય છે. તેથી તે વૃદ્ધિ કે હાનિને પામતાં નથી.
હે દયાનિધે! કેશ આદિને વ્યવસ્થિત રાખવા એ કર્મ તે ખરી રીતે નાપિત–હજામનું છે, પણ ભકિતવશ નમ્ર બનેલા દેના સ્વામી ઈનિંદ્ર એ કર્મ સ્વયં કરે છે, એનાથી વધુ ભક્તિ બીજી કઈ હોઈ શકે? મહાન સમૃદ્ધિવાળા દેવતાઓ પણ જેને સ્વામી માને છે, દેવેન્દ્ર પણ આ રીતે અતિ વિનમ્ર દાસભાવને ધારણ કરી આપની મહાન્ ભક્તિ કરે, એનાથી વધુ અતિશયિતા આપની કઈ હોઈ શકે ?
હે અહંત ! બીજા શાસનોના અધિપતિઓ તે કેશ, રેમ, નખ, દાઢી અને મૂછથી કદર્શિત ( પીડિત) છે–આપના જેવો આ બાહ્ય ગમહિમા પણ તેઓની પાસે નથી, તો પછી આપના જેવા આંતરિક ગમહિમાથી તેઓ સર્વથા દરિદ્ર હોય, એમાં આશ્ચર્ય જ શું છે ?
હિં સ્વામિન! દેવેન્દ્રો પણ આપની આવી ચાકરી કરે, એ જ આપને મહાન ગમહિમા છે.”
દેવકૃત અઢારમો અતિશય ઓછામાં ઓછા એક કરોડ
દેવતાઓનું સદા સાથે હેવું. चतुर्विधाऽमर्त्य निकायकोटि