________________
૧૮૩
હે દેવાધિદેવ ! આપનાં ચરણકમળને પવિત્ર સ્પર્શ જે ભૂમિને ભાવિમા (નજીકના જ કાળમા) થવાનો હોય, તે ભૂમિને દેવતાઓ સુગંધી જલની વર્ષોથી અને દિવ્ય પુષ્પોના સમૂહોની ઉત્તમ રચનાઓથી પૂજે છે.” - આ વિશે શ્રી વીતરાગ સ્તવના વિવરણમાં અને અવચૂરિમાં
“હે જગતના પૂજ્ય દેવેન્દ્રોથી પરિપૂજિત એવા આપની તે દેવતાઓ પૂજા કરે જ છે, પણ સમવસરણની જે ભૂમિને ભાવિમાં આપનાં ચરણોનો પવિત્ર સ્પર્શ થવાનું હોય, તે ભૂમિની પણ પૂજા કરે છે. તે ભૂમિમાં દેવતાઓ સુગંધિ ઉદક( જલ)ની વર્ષા કરે છે અને કલ્પવૃક્ષ, પારિજાત વગેરે દિય પુપના પ્રકથી (સમૂહાથી) સ્વસ્તિક, શ્રી વત્સ આદિની રચના કરીને ભૂમિની ભક્તિ
“હે જગતના પરમપિતા ! જે જે સમવસરણની ભૂમિ આપથી અધ્યાસિત – આપના દેશનાકાલીન નિવાસથી પવિત્રિત હોય, તે તે સર્વભૂમિ તીર્થસ્વરૂપ છે, એમ માનીને દેવતાઓ તે ભૂમિની અર્ચના કરે એમાં આશ્ચર્ય જ શુ છે ?”
- જેમ ધર્મચક વગેરે ભગવતના અતિશય છે, તેમ ભગવ તને વિશે પરમ ભક્તિ તે દેવતાઓનો અતિશય કહી શકાય. દેવતાઓ પ્રાતિહાર્યો વગેરેનું વિક્ર્વણ (સર્જન) કરીને જે ભક્તિ કરે છે તે બીજાઓ કેવી રીતે કરી શકે? દેવતાઓની આ ભક્તિદ્વારા ભગવતની પરમ મહાન પાત્રતાને જોતાં જોતાં અનેક ભવ્ય જીવોના હુઢયમાં બધિબીજ વવાઈ જાય છે.
શ્રી વિશેષાવશ્યક ભાષામાં કહ્યું છે કે શ્રી જિનપૂજા બે આશયોથી ઉત્તમ રીતે કરવી જોઈએઃ (૧) આત્મકથાણા અને (૨) તે ભવ્ય પૂજાને જેનારાઓ અનુમોદના કરીને બેધિસમ્યગ્દર્શન પામી જાય તે માટે.