________________
અતિશય ૮-અતિવૃષ્ટિ એટલે નિરંતર ઘણે જ વરસાદ,તે નહાય. અતિશય –અવૃષ્ટિ એટલે સર્વથા વરસાદને અભાવ, તે ન હેય. અતિશય ૧૦–દુભિક્ષકદુષ્કાલ, તે ન હોય. વિહાર પૂર્વ ઉત્પન્ન
થયેલ દુષ્કાળ નાશ પામે, નવો ઉત્પન્ન ન થાય. અતિશય ૧૧–સ્વરાષ્ટ્રથી ભય અને પરરાષ્ટ્રથી ભય ન હેય.
આ અગિયાર અતિશય ભગવંતને જ્ઞાનાવરણીય વગેરે ઘાતિકર્મોના ક્ષયથી ઉત્પન્ન થાય છે.
જ્યાં જ્યાં ભગવાન વિચરતા હોય ત્યાં ત્યાં સવાસો જનમાં આ રોગ આદિ ઉપદ્રવોને અભાવ હોય. સવાસો જનની ગણના આ રીતે કરવામાં આવે છે :
ચારે દિશાઓમાંની દરેક દિશામાં પચીસ પચીસ એજન, ઊર્વ દિશામાં સાડા બાર એજન અને અધોદિશામાં સાડા બાર એજન, એમ કુલ સવાસે એજન.
શ્રી સમવાયાંગસૂત્રમાં કહ્યું છે કે – जओ जओ वि य ण अरहता भगवतो विहरति तो तो वि य ण जोअणपणवीसाएणं ईती न भवइ, मारी न भवइ, सचक्क न भवइ, परचक्क न भवइ, अबुट्ठी न भवइ, अनावृट्ठी न भवइ, दमिक्ख न भवइ, पुबुन्बुपण्णा वि य ण उपाइया वाही खिप्पामेव उवसमति।
જ્યાં જ્યા પણ અરહંત ભગવંતો વિચરતા હોય છે, ત્યાં ત્યાં (દરેક દિશામાં) પચીશ એજનમાં ઈતિ ન હાય, મારી ન હાય, સ્વચક ન હોય, પરચા ન હોય, અતિવૃષ્ટિ ન હોય,
૧ અતિવરસાદથી પાકને નુકસાન પહોચે. ૨ સ્વદેશમાં બળ, હુલ્લડ વગેરે ૩ પરદેશની સાથે યુદ્ધ વગેરે ૪ સૂત્ર ૩૪