________________
એકી સાથે એક જ કાળમાં પ્રરૂપણ કરવા માટે જ જાણે આપ ચતુર્મુખ ન થયા હો!” - ભગવંતનું રૂપ જગતમાં સૌથી સુંદર હોય છે. જગતના બીજા સૌન્દર્યવાળા દેવતાઓ વગેરે સર્વ જીવોના સૌન્દર્ય વગેરેનો એક પિંડ કરવામાં આવે તે પણ તેના કરતાં અનંતગુણ સૌન્દર્ય વગેરે ભગવંતના પગના અંગૂઠાના અગ્રભાગનું હોય છે. જેના પગના અંગૂઠાનું આવું સૌન્દર્ય છે, આવું તેજ છે, આવી કાંતિ છે, આવી દીપ્તિ અને લાવણ્ય વગેરે છે, તેનાં સર્વ અંગેનાં સૌન્દર્ય વગેરે કેવાં હશે !
ત્રણે કાળના બધા જ દેવતાઓ ભેગા થાય અને ભગવંત જેવું બીજું રૂપ પિતાની સર્વ શક્તિથી સર્જવા લાગે, તે પણ કદાપિ સઈ ન શકે. ભગવંતની હાજરી વિના તે સર્જન ન જ થઈ શકે.
જ્યારે ભગવંતની હાજરી માત્રથી ભગવંતના અતિશય રૂપે એક જ વ્યંતર દેવતા ભગવંતનાં ત્રણ રૂપ સજી શકે; એક જ દેવતામાં તે શક્તિ આવી જાય છે કે જે શક્તિ સર્વ દેવતાઓમા પણ હોતી નથી. આનું જ નામ દેવકૃત અતિશય. આ અતિશયચતુર્મુખતા રચે છે દેવતાઓ, પણ અતિશય છે ભગવંતને. આથી એ પણ સમજાય છે કે ભગવંતના સાનિધાન માત્રથી એક જ દેવતામાં તેવી શક્તિ આવી જાય છે કે જે શક્તિ ત્રણે કાળના સર્વ દેવતાઓ વગેરેમાં પણ કદાપિ હતી નથી.
આ બધે જ પ્રભાવ ભગવતની શુદ્ધિ અને પુષ્ટિનો છે. શુદ્ધિ એટલે ઘાતિકર્મથી રહિત ભગવંતનું શુદ્ધ આત્મસ્વરૂપ અને પુષ્ટિ એટલે મહાનમાં મહાન પુણ્યાનુબંધિ પુણ્યરૂપ જે તીર્થ કર નામકર્મ, તેને લત્તર પુષ્યાણુઓને સંચય.
ભગવતના ઘાતિકર્મના ક્ષય જેવો ક્ષય બીજા જીવમાં હતો નથી, કારણ કે ભગવતના ઘાતકર્મને ક્ષય તે અતિશય છે, જ્યારે બીજા કેવલીઓનો ઘાતિકર્મક્ષય તે અતિશય નથી. ઘાતિકર્મનો ક્ષય થતાં જ ભગવંતને કર્મક્ષયજ અગિયાર અતિશ પ્રગટ થાય છે, જ્યારે બીજા કેવલીઓને તે હેતા નથી. એથી પણ ભગવ તો