________________
૨૭૬
સમવસરણમા વિરાજમાન ચતુર્મુખ ભગવન્તના દયાનથી અંતરાયકર્મનો ક્ષય વગેરે અનેક લાભ થાય છે. એ માટે શ્રી દેવભદ્રાચાર્ય વિરચિત fમરિવાજનાજ્ઞાિમાં શિવદત્ત મંત્રીના પુત્ર દેવપ્રસાદનું દષ્ટાન્ત આપવામાં આવ્યું છે. સ ઍપમાં તે આ રીતે છે—
શિવદત્ત નામનો રાજમંત્રી છે. તે દારિદ્રય અને રાજાના અપમાનથી પીડાય છે. મંત્રીનાં કુટુંબમાં મત્રી પિત, મંત્રીની પત્ની, પુત્ર દેવપ્રસાદ તથા તે પુત્રની પત્ની, એમ ચાર જણ છે.
શિવદત્તને એક વખત જ્ઞાની મુનિનો રોગ થાય છે. તે પિતાનાં દારિદ્ર વગેરેનાં કારણે તે મુનિને પૂછે છે અને મુનિ તેમનાં પૂર્વભવનું વૃત્તાન્ત જણાવતાં કહે છે કે –
પૂર્વકૃત સાધારણ ( સાથે કરેલાં) કર્મોનાં કારણે તમો બધાને એક કુટુંબ મળ્યું છે. તમારા બધામાં દેવપ્રસાદનું અંતરાચકર્મ બહુ ભારી છે. તેથી તમે બધાને આ દરિદ્રતા, રાજાપમાન વગેરે પ્રાપ્ત થયાં છે.”
દેવપ્રસાદ મુનિનાં ચરણોમાં પડે છે અને આ તરાયકર્મને જલદીથી ખપાવવાના ઉપાયને પૂછે છે. તે વખતે મુનિ સમવસરણમાં રહેલા ચતુર્મુખ ભગવંતનુ ધ્યાન બતાવે છે. કેવળ અંતરાય જ નહીં કિન, સર્વ કર્મવૃક્ષોને મૂળથી ઉખેડી નાખવા માટે આ ધ્યાન પ્રચંડ વાયુ સમાન છે, એમ મુનિ દેવપ્રસાદને સમજાવે છે. | મુનિની દેશના પછી દેવપ્રસાદ જેમાં દયાન એ જ પરમાર્થ છે, એવા શ્રાવકધર્મને સ્વીકારે છે. પ્રસ્તુત ધ્યાનના પ્રકર્ષના પ્રભાવથી દેવપ્રસાદનાં અતરાય વગેરે કર્મો ક્ષીણ થાય છે. તે રાજાનું બહુમાન પામે છે અને સાથે સાથે ઉત્તમ સમૃદ્ધિને પણ પામે છે. વ્યાનના પ્રભાવથી બીજી ધર્મારાધનામાં પણ તેનો વિકાસ ઘણો જ થાય છે. તે વધુને વધુ ધર્મ આરાધે છે. તેનુ વૈરાગ્ય વધે છે, તે દીક્ષા લે છે. અને આરાધના દ્વારા ઉત્તમ સદ્ગતિને પામે છે.
૧ યોગશા. અષ્ટમ વિ. પૃ. ૨૧૮/૨૨૪