________________
૧૭9
કાંટાઓ નીચે મુખવાળા થઈ જાય છે.
જે માર્ગથી ભગવંત વિહરતા હોય છે તે માર્ગમાં રહેલા કાંટાઓ અધોમુખ એટલે કે નીચી અણીવાળા થઈ જાય છે, તેથી તે કેઈને પણ વાગતા નથી.
શ્રી વીતરાગસ્તવમાં કહ્યું છે કે –
હે સ્વામિન્ ! ભવ્ય સને સસારથી મુક્ત કરવા માટે આપ જ્યારે પૃથ્વીતલ ઉપર વિચરતા હો ત્યારે સર્વ પ્રકારના કાંટાઓ અધોમુખ થઈ જાય છે, દુર્જનનાં મુખ પણ નીચાં થઈ જાય છે. કાંટાઓ અને દુર્જનોની એ અધોમુખતા જોતાં એવું લાગે છે કે કષાયરૂપ કંટકથી રહિત આપનું મુખ જોતાં જ કાંટાઓ અને દુજીને પોતાનુ સુખ આપને બતાવી શક્તા ન હોવાથી જાણે અધોમુખ–નીચા મુખવાળા ન થયા હોય અને પાતાલમાં ઊંડે અદશ્ય થઈ જવા ન માગતા હોય ! હે દેવ ! આપ સર્વજ્ઞ હોવાથી દુનોનાં સર્વ પાપોને સાક્ષાત્ જુઓ છે. તેથી આપની સામે આવતાં દુર્જનને શરમ આવે છે. તેથી જ જાણે તેઓનું મુખ નીચુ થયું ન હોય ! હે નાથ ! શુ પ્રખર તેજવાળા સૂર્યની સામે અ ધકારના સમૂહ અથવા ઘુવડ આદિ પક્ષીઓ આવી શકે ?”
ત્રિષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમા ભગવાન શ્રીષભદેવના વિહારનું વર્ણન કરતા કહ્યુ છે કે –
જાણે લાયથી રસાતલમાં પેસી જવા માગતા ન હોય તેમ નીચા મુખવાળા થયેલા તીક્ષણ કાંટાઓથી ભગવ તો પરિવાર આલિષ્ટ થતો ન હતો.”
૧ વી સ્ત પ્ર ૪ લો. ૬ વીન. અવ. ૨ સ કૃત ભાષામાં કંટક શબ્દ દુજનના અર્થમાં પણ વપરાય છે ૩ પર્વ ૧/ર સર્ગ ૬ પૃ ૨૦૪/૫ દે ભ મ ૧૨