________________
૧૬ર
તે પછી વ્યંતર દેવતાઓ તે ભૂમિથી સવા કેસ ઊ ચું એવું સુવર્ણ–રત્નમણિમય પીઠ બનાવે છે.
તે પછી ભવનપતિ દેવતાઓ ભૂમિથી દશ હજાર પગથિયા ઊંચ ચાંદીને પ્રાકાર (ગઢ) બનાવે છે. એક એક પગથિયું એકેક હાથ ઊંચું અને પહેલું હોય છે. આ રીતે આ ગઢ જમીનથી અઢી હજાર ધનુષ એટલે સવા ગાઉ ઊંચો હોય છે. આ ગઢની ભીંતે પાંચસો ધનુષ ઊ ચી અને ૩૩ ધનુષ-૩ર અ ગુલ પહોળી હોય છે. તે ગઢની ભીંતો ઉપર ઉત્તમ પ્રકારની કાંતિવાળી સેનાના કાંગરા હોય છે.
તે ગઢને રત્નના ચાર દરવાજા હોય છે. દરેક દરવાજા ઉપર સુંદર પૂતળીઓ હોય છે. દરેક દરવાજા ઉપર મગરના ચિહનવાળી ધજાઓથી અંક્તિ ત્રણ મણિમય તારણો હોય છે. દરેક દ્વારે ધજાઓ, અષ્ટમંગલ, પુષ્પમાળાઓ, કળશે અને વેદિક હોય છે. દરેક દ્વારે ઉત્તમ પ્રકારના દિવ્યધૂપને વિસ્તારતી ધૂપઘટીઓ હોય છે.
આ ગઢના ખૂણે ખૂણે મીઠા પાણીવાળી મણિમય પગથિયાંવાળી વાવ હોય છે.
આ ગઢને પૂર્વ દ્વારે તુંબરુ નામનો દેવ, દક્ષિણ દ્વારે ખવાની નામને દેવ, પશ્ચિમ દ્વારે કપાલી નામને દેવ અને ઉત્તર દ્વારે જટામુકુટારી નામનો દેવ દ્વારપાળ તરીકે હોય છે. તેમાં તુંબરૂ નામનો દેવ ભગવંતને પ્રતીહાર કહેવાય છે, કારણ કે ભગવાન પૂર્વ તરફના દ્વારથી ગઢ ઉપર ચઢે છે.
આ પહેલા ગઢમાં ચારે બાજુ પ્રતર=સમતલ ભૂમિભાગ ૫૦ ધનુષ પ્રમાણ હોય છે, આ ગઢમાં વાહનો હોય છે અને સમવસરણમા આવતાં અને સમવસરણમાંથી જતાં દેવતાઓ, મનુષ્ય અને તિર્યો પણ જતાં આવતાં હોય છે.
તે ૫૦ ધનુષ પ્રતરના અંતે બીજા ગઢના પગથિયાંની શરૂઆત થાય છે. તે પગથિયાં એક હાથ ઊંચાં અને એક હાથ પહોળાં