________________
૧૬૩
હોય છે. તે પગથિયાં પાચ હજાર હોય છે. તેટલાં પગથિયાં ચડ્યા પછી બીજે સુ દર આકારવાળો ગઢ આવે છે.
બીજો પ્રકાર જોતિષી દેવતાઓ ઉત્તમોત્તમ સુવર્ણથી રચે છે. તેને અનેક પ્રકારનાં રત્નમય દેદીપ્યમાન કાંગરાઓથી સુંદર બનાવે છે. ગઢની ઊંચાઈ વગેરે પ્રથમ ગઢની માફક જાણવાં. ચારે કારની રચના પણ તે મુજબ જ સમજી લેવી.
તે ગઢના પૂર્વ દ્વારે જયા નામની બે દેવીઓ દ્વારપાલિકા તરીકે હોય છે. તે કવેત વર્ણની જ હોય છે અને તેમના બંને હાથ અભયમુદ્રા વડે શોભતા હોય છે. દક્ષિણ દ્વારે વિજય નામની બે દેવીઓ દ્વારપાલિકા હોય છે. તેઓ રક્તવર્ણની હોય છે. તેમના હાથમાં અંકુશ હોય છે. પશ્ચિમ દ્વારે અજિતા નામની બે દેવીઓ હોય છે. તેઓ પીત વર્ણની હોય છે અને તેમના હાથમાં પાશ હોય છે. ઉત્તમ દ્વારે અપરાજિતા નામની બે દેવીઓ હોય છે. તેઓનો વર્ણ નીલ હોય છે અને હાથમાં મકર (?) હોય છે. - બીજા ગઢને પ્રત=સમતલ ભૂમિભાગ પાંચસે ધનુષ હોય છે. આ બીજા ગઢમાં સિહ, વાઘ, હરણ, મેરે વગેરે તિયા (પશુપક્ષીઓ) હોય છે.
આ ગઢમા ઈશાન ખૂણે મનોરમ દેવ છદો દેવતાઓ રચે છે. પ્રથમ પહોરે દેશના આખ્યા પછી દેવતાઓથી સેવાતા એવા ભગંવન્ત ત્યાં આવીને બેસે છે.
બીજા ગઢના પ્રતરના અંતે ત્રીજા ગઢના પગથિયાંની શરૂઆત થાય છે. તે પગથિયાં પાંચ હજાર હોય છે. તેનું માપ પણ પૂર્વની જેમ જ જાણવુ. તે પગથિયા ચડ્યા પછી ત્રીજે ગઢ આવે છે.
ત્રીજે રત્નમય ગઢ વૈમાનિક દેવે બનાવે છે. તેને ઉજજવલ મણિઓના કાંગરા હોય છે. આ ગઢની ઊચાઈ વગેરે પહેલા ગઢની
૧ “બીશ નહિ ” એમ હાથના વિશિષ્ટ આકાર વડે દર્શાવવું, તે અભયમુદ્રા છે.