________________
૧૬૪
માફક જાણવા. આ ગઢના પૂર્વ દ્વારે સોમ નામને વૈમાનિક દેવતા દ્વારપાળ હોય છે. તેના શરીરની કાંતિ ઉત્તમ સુવર્ણ જેવી હોય છે. તેના હાથમાં ધનુષ્ય હોય છે. દક્ષિણ દ્વારે યમ નામનો વ્યંતર દેવતા દ્વારપાળ હોય છે. તેને વર્ણ ગોર હોય છે અને તેના હાથમાં દડ હોય છે. પશ્ચિમ દ્વારે વરુણ નામનો યાતિષી દેવતા દ્વારપાળ હોય છે. તેને વર્ણ રક્ત હોય છે અને તેના હાથમાં -પાશ હોય છે. ઉત્તર દ્વારે ધનદ નામનો ભવનપતિ નિકાયનો દેવ હોય છે. તેના શરીરની કાંતિ શ્યામ હોય છે. તેના હાથમાં ગદા હાય છે.
ત્રીજા ગઢના મધ્યમાં સમભૂતલ (Plain એવુ પીઠ હોય છે. તે એક ગાઉ અને છસો ધનુષ લાંબુ-પહોળું હોય છે.
આ ગોળ (વર્તલ) આકારના સમવસરણની વિગત જાણવી. આ ભૂમિથી અદ્ધર હોય છે. તે પગથિયાંની રચના વડે ચારે તરફથી ઊંચુ હોય છે. તેમાં રત્નના ગઢની પરિધિ ૧ જન અને ૪૩૩ ધનુષમાં કાંઈક ન્યૂન હોય છે. સેનાના ગઢની પરિદ્ધિ ૨
જન અને ૮૬૫ ધનુષ અને કાંઈક ન્યૂન એવા ૨ હાથ હોય છે. રૂપાન ગઢની પરિધિ ૩ એજન અને ૧૩૩૩ ધનુષ અને ૧ હાથ અને ૮ અંગુલ હોય છે.
આ ગોળાકાર સમવસરણની વિગત થઈ. એ જ રીતે ચોરસ સમવસરણ પણ હોય છે. તેના માપ વગેરેની વિગત લોકપ્રકાશકાલલોક, સર્ગ ૩૦, પૃ. ૨૫૯/ર૬રથી જાણી લેવી.
પૂર્વે જે ત્રીજા ગઢમાં સમભૂતલ પીઠ કહ્યું છે, તેની મધ્યમાં ઉત્તમ એવું અશોકવૃક્ષ હોય છે. તે એક જન વિસ્તારવાળું હોય છે. તેની છાયા ગાઢ હોય છે. તે વૃક્ષ ભગવંતના શરીરથી બાર ગણું ઊંચું હોય છે. તે વૃક્ષ સર્વ બાજુએ પુષ્પ, પતાકાઓ અને તોરણોથી શોભતું હોય છે. તેમાં ભગવંતના મસ્તક પર આવે એ રીતે ત્રણ છત્ર શોભતાં હોય છે.
તે અશોકવૃક્ષના મૂળમાં ભગવતને દેવ દે ઉપદેશ આપવા માટે બેસવાનું સ્થળ ઊંચી પીઠ જેવું હોય છે. ત્યાં ચાર દિશામાં