________________
પધારે છે. ભગવંત પૂર્વ દ્વાર વડે સમવસરણમાં મંગલ પ્રવેશ કરે છે. અશોકવૃક્ષની પાસે આવીને તે વૃક્ષને ફરતી ત્રણ પ્રદક્ષિણા કરે છે. તે પછી ભગવંત પૂર્વ સિંહાસને બેસે છે૧. ભગવતનાં બંને ચરણે પાપીઠ ઉપર હોય છે.
ભગવત સર્વ પ્રથમ “નમો ઉતરાર” કહીને તીર્થને નમસ્કાર કરે છે. તે પછી મેઘગ ભીર, મધુર અને સર્વોત્તમ ગુણોથી સમૃદ્ધ એવી વાણુ વડે દેશના આપે છે.
તીર્થ એટલે ચતુર્વિધ સંઘ. ભગવાન સર્વપ્રથમ સ ઘને નમસ્કાર કરે છે. સ્વયં ભગવાન જેને નમસ્કાર કરે તેને લોકે પણ પૂજે. ભગવાન કૃત્યકૃત્ય હોવા છતા લેકને પૂજનીય વસ્તુની પૂજાને આદર્શ આપવા માટે એટલે તીર્થ–સંઘ પૂજનીય છે એ બતાવવા માટે સ્વયં સર્વપ્રથમ તીર્થને નમસ્કાર કરે છે, જેમ ભગવાન કૃતકૃત્ય હોવા છતાં ધર્મ કહે છે, તેમ તીર્થને નમસ્કાર પણ કરે છે. અથવા તીર્થ એટલે શ્રુતજ્ઞાન. ભગવાન શ્રુતજ્ઞાનને નમસ્કાર કરે છે–તજ્ઞતા બતાવવા માટે; કારણ કે પૂર્વના તીર્થોમાં આરાધેલ શ્રતજ્ઞાનના અભ્યાસથી તેઓએ આ અરિહંતપણું પ્રાપ્ત કર્યું છે. શ્રી ભદ્રબાહુ સ્વામીએ કહ્યું છે કે –
तप्पुत्विया अरहया पूइयपूआ य विणयक्रम्म च ।
कयक्च्चिो वि जह कह कहए णमए तहा तित्थ ।। આની વૃત્તિમાં કહ્યું છે કે – तीर्य- श्रुतज्ञान तत्पूर्विकाहत्ता तदभ्यासप्राप्तेरिति ।
ઉપર કહેલી નિર્યુક્તિના પાઠનો અને તેના પરની વૃત્તિનો સાર એ છે કે –
૧ ભગવ ત પણ જેને પ્રદક્ષિણા આપે એવો અશોકવૃક્ષ એથી જ જાણે પ્રાતિહાર્યોમાં પ્રથમ સ્થાન ન પામ્યું હોય !
૨ લોકપ્રકાશ, સર્ગ ૩, પૃ. ૨૬૭ને આધારે.