________________
૧૬૦
સૌથી અધિક મહત્ત્વ અતિશયે અને પ્રાતિહાર્યોનું જ હતું. તેથી જ વીતરાગ-સ્તવમાં સૌથી મહત્ત્વનાં ગુણ તરીકે અતિશય અને પ્રાતિહાર્યોને વર્ણવવા માટે પહેલા ૨-૩–૪–૫ પ્રકાશ (Chapters), વીતરાગ–સ્તવના કુલ ૨૦ પ્રકાશમાંથી, તેઓએ અતિશય અને પ્રાતિહારોને આપી દીધા છે.
જેઓએ પિતાને જ આખા જગત કરતાં અધિક વિદ્વાન માની લીધા છે એવા કેટલાક તાર્કિકે આ વિષયમાં પ્રશ્નોની ઝડીઓ વરસાવે છે કે –
જે ભગવંતને આવા અદ્ભુત અને મહાન અતિશયો અને પ્રાતિહાર્યો હોય, જે ભગવંત સાથે કરડે દેવતાઓ વિચરતા હોય અને આવો અદ્દભુત ભગવંતનો પ્રભાવ હોય, તો તે કાળમાં વિદ્યમાન બીજા ધર્મવાળાઓને તે કેમ ન દેખાય? તેઓએ પિતાના એક પણ ગ્રંથમાં તેનું જરા પણ વર્ણન કેમ ન કર્યું? બધા જ લેકે જેન કેમ ન થઈ ગયા?” વગેરે વગેરે.
જો કે આવા પ્રશ્નોનો ઉત્તર આપવાનું આ સ્થળ નથી. છતાં એક ઉત્તર જરૂર આપીશ કે
શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિ, શ્રી હેમચંદ્રસૂરિ વગેરે મહાન તાર્કિકેએ આમને એક પણ તર્ક કર્યો નથી? શુ તેઓ તકે કરી શક્તા ન હતા ? શું તેમના કરતાં પણ આજના આ વિદ્વાનોની બુદ્ધિ દોઢી (દોઢ ડાહ્યા છે ? આવા સમર્થ આચાર્યોએ પણ પૂર્વ પર પરાથી જેવું વર્ણન ચાલતું આવ્યું, તેવું જ વર્ણન કર્યું છે. તેમાં એક પણ અર અધિક કે ઓછો નહીં. આ આચાર્યોની આવી શાસન પ્રત્યેની સમર્પિતતાના કારણે જ આજે આવા વિષમ કાળમાં પણ ભગવંતના આવા દિવ્યાતિદિવ્ય સ્વરૂપનું વર્ણન આપણને ઉપલબ્ધ થાય છે. તેઓ જે તર્ક–વિતર્ક કરવા ગયા હોત, તો આવું ઉત્તમ ભગવાનનું સ્વરૂપ આપણું વચ્ચેથી અદશ્ય થઈ ગયું હોત, અને એક વાર શાસ્ત્રોમાથી ખુદ ભગવંતનું રૂપ જ જે લુપ્ત થાય, તે પછી બાકી રહે પણ શું ?