________________
૧૫૮
અને
ત્રણ ગઢમાં ત્રણ જગત છે: દેવજગત, મનુષ્યજગત તિય "ચજગત. છે સારાંશ કે દેવજગતના પ્રતિનિધિ દેવે સમ વસરણમાં છે. એવી જ રીતે મનુષ્યા અને તિર્યં ચા વિશે પણ જાણવું. મહાકવિએ કાર્તિને રત્નાના વર્ણવાળી, પ્રતાપને સુવર્ણના વણુ વાળા અને યશને રજતના વણુ વાળા વર્ણવે છે. શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિની સ્વાભાવિક સર્વોત્તમ કાવ્યશક્તિ અહીં અળકી ઊઠે છે.
'
ખરેખર જ પછી થયેલા કવિઓએ જે કહ્યુ છે કે — અનુ મિત્રસેન વય: મધા જ કવિએ સિદ્ધસેનથી ઊતરતા છે,’ તે તદ્દન યથાર્થ છે.
પહેલી બત્રીશીમાં શ્રી સિદ્ધસેન ાિર સૂરિએ કહ્યું
છે કે
હે દેવ ! મારામાં કાવ્યશક્તિ છે અથવા મને બીજા કવિઓને વિષે ઈર્ષ્યા છે, માટે હુ આપની સ્તુતિ નથી કરતા, અથવા મારી કીર્તિ જગતમાં ફેલાય એટલા માટે પણ હું આપની સ્તુતિ નથી કરતો અથવા આપના ઉપર કેવળ શ્રદ્ધા છે એટલા માટે પણ હું આપની સ્તુતિ નથી કરતા, પણ મેં એ નિશ્ચિત રીતે જાણ્યું છે કે ગુણુના નાતા એવા મહાપુરુષેાના પણ આપ પૂજનીય છે, માટે જ આપની સ્તુતિ કરુ છુ.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચદ્રાચાર્ય ભગવાન પણ અચાગવ્યચ્છેદ દ્વા શિકામાં કહે છે કે
१ न काव्यशक्तेर्न परस्परेयया,
न वीर | कीर्तिप्रतिबोधनेच्छया । न केवल श्राद्धतयैव नूयसे
गुणज्ञ पूज्योऽसि यतोऽयमादरः || ४ ||
S Dwa. 1, Stanza-4