________________
૧૫૦
क्व सिद्धसेन-स्तुतयो महार्थाः अशिक्षितालापकला क्व चैषा'।
ક્યાં મહાન અર્થવાળી શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિની સ્તુતિઓ અને ક્યાં આ અભણની બડબડ કરવાની કળા ?
આથી બે વસ્તુઓ સમજાય છે કે – શ્રી સિદ્ધસેનસૂરિનું સ્થાન તેમની પછીના મહાનમાં મહાન કવિઓનાં હૃદયમાં પણ કેવું ઉગ્ર હતું અને ગુણગ્રાહિતા પણ કેવી હતી?
એ જ કલિકાલસર્વજ્ઞ વીતરાગસ્તવમાં પોતાની જાત (સ્વવ્યક્તિત્વ વિશે કહે છે કે --
क्वाह पशोरपि पशुः वीतरागस्तवः क्व च १२ ।
ક્યાં પશુ કરતાં પણ પશુ એ હું અને ક્યાં આ વીતરાગની સ્તવના ?
આવી લઘુતા જ્યારે હદયમાં આવે ત્યારે જ ભગવાન સાચા અર્થમાં સમજાય છે અને ત્યારે જ સર્વ શાસ્ત્રોના રહસ્ય હૃદયમાં સ્વયં પ્રકાશિત થાય છે. શ્રી હેમચંદ્રાચાર્ય જે કલિકાલસર્વજ્ઞની પદવીને વર્યા, તે સરસ્વતીના પસાદથી તે ખરું જ, હિતુ તે કરતાં પણ ભગવાન વીતરાગની કૃપા તેઓ અધિક પામ્યા હતા, તેનું એક જ કારણ હતું કે તેઓના હૃદયમાં શ્રી વીતરાગ ભગવ ત પ્રત્યે અસાધારણ ભક્તિ હતી, જે તેમના ચેલા વીતરાગસ્તવમાં સ્પષ્ટ દેખાય છે. આવી ભક્તિ આવે ત્યારે જ અતિશયે અને પ્રાતિહાર્યોની પ્રતીતિ થાય છે. આ પ્રતીતિ વીતરાગ-વના પ્રકાશ ૨–૩–૪–પમાં, ભકતામર સ્તોત્રમાં, કલ્યાણ મંદિર સ્તોત્રમાં અને બીજા અનેક સ્તવમાં અંતર્ગર્ભિત છે. તે વિના આવી રચનાઓ જ અશક્ય છે. શ્રી હેમચંદ્રાચાર્યના હૃદયમાં ભગવંતના ગુણોમાં
૨ અયાગ વ્ય. ગા. ૩ ૩ વી. સ્વ. પ્ર. ૧ લૈ. ૭