________________
૧૫૪
આ નવે કમળોમાંનુ દરેક કમળ બહુ જ સુંદર અને મૂલ્યવાન હોય છે. આ નવ કમળે તે ફક્ત તીર્થકર ભગવન્તને જ હોય છે. જગતમાં બીજા કોઈને પણ પગ મૂકવા માટે આવાં સેનાનાં કમળો કદાપિ મળતાં નથી. આવાં કમળ ફક્ત ભગવાનની હાજરીમાં જ ભગવન્તના અતિશયરૂપે દેવતાઓ રચી શકે છે. ભગવન્તની હાજરી ન હોય અને બધા જ દેવતાઓ મળીને પણ આમાંના એક પણ કમળ જેવું કમળ કદાપિ ન બનાવી શકે. કદાચ બધા જ દેવતાઓ મળીને પણ એક કમળ બનાવે તો પણ તે કમળ ભગવન્તના કમળની તુલનામાં કદાપિ ન જ આવી શકે. તે કમળના બધા જ ગુણો ભગવન્તના કમળ કરતાં અનન્તગુણ હીન હાય કારણ કે ભગવન્તનું કમળ તે અતિશય છે. અતિશય એટલે જ તત્સમાન વસ્તુ કરતાં બધી જ અપેક્ષાએ અનન્તગુણ અધિક ગુણવાન વસ્તુ. આ વ્યાખ્યા આપણે પૂર્વે જોઈ ગયા છીએ.
ભગવન્તના એક એક સુવર્ણકમળનું મૂલ્ય કેટલુ તે તમે જાણો છો?
એક બાજુ જગતનું બધુ જ સુવણુ મૂકવામાં આવે અને બીજી બાજુ ભગવન્તના પગનું એક જ કમળ મૂકવામાં આવે તો સર્વ સુવર્ણની રાશિ કરતાં ભગવન્તના એક જ કમળનું મૂલ્ય અનન્તગુણ અધિક થાય. આ બધો જ પ્રભાવ ભગવન્તનો છે, તેઓની લત્તર પાત્રતાને છે અને મહત્તમ પુણ્યના ઉદયનો છે.
ભગવન્તની હાજરી વિના બધા જ દેવતાઓ એક પણ સુવર્ણ કમળ ન રચી શકે, જ્યારે ભગવન્તની હાજરીમાં ભગવન્તના અતિશયથી એક જ દેવતા નવેનવ કમળોની રચના કરી શકે. આ બધે પ્રભાવ પણ ભગવન્તને જ જાણ.
કડો દેવતાઓ ભગવન્તની સાથે હોય છે. બધા જ ભગવંતને લોકેત્તમ પુરુષ તરીકે સાક્ષાત્ નિહાળતા હોય છે. બધા જ જાણતા હોય છે કે ભગવંત સર્વોત્તમ પૂજા માટે સર્વોત્તમ પાત્ર છે. આવી સ્થિતિમાં ભગવન્ત માટે દેવતાઓ અતિભક્તિપૂર્વક આવાં કમળ બનાવે, એમાં જરા પણ આશ્ચર્ય નથી.