________________
१४६
લોકપ્રકાશમાં કહ્યું છે કે –
ભગવંત જ્યારે સમવસરણમાં ચતુર્મુખપણે વિરાજમાન હોય ત્યારે દરેક સિંહાસનની આગળ સેનાના કમળ પર પ્રતિષ્ઠિત એવું એકેક ધર્મચક હોય છે. તે તેજમાં સૂર્ય કરતાં પણ અધિક તેજસ્વી હોય છે. તે ધર્મચક એ બતાવે છે કે – આ ભગવાન ત્રણે ભુવનમાં સર્વોત્તમ ચકવતી (ધર્મચકવતી) છે. તેનો પ્રકાશ ચારે દિશાઓમાં ફેલાયેલું હોય છે. ભગવંત જ્યારે વિહાર કરતા હોય છે, ત્યારે આ ધર્મચક ઉપર આકાશમાં ચાલે છે.”
ધર્મ વરચક્રવતી દેવાધિદેવ ભગવાન શ્રી તીર્થકરનું ધર્મચક્ર સદા અપ્રતિહત હોય છે. તે કદી પણ નિષ્ફળ ન જ જાય. ચક વર્તીના ચક્રનું ફળ તે અનેકાંતિક છે. એટલે કે તે સ્વકાર્ય સાથે અથવા ન પણ સાધે, જેમ ભક્તચક્રીનું ચક્ર બાહુબલિ ઉપર ન ચાલ્યું.
આ ધર્મચક્ર પર દૃષ્ટિ પડતાં જ વિધીઓના મદ ઓગળી જાય છે. આ ધર્મચક્રનું સ્મરણ–ધ્યાન પણ શત્રુઓના મદને દૂર કરે છે.
અનેક મહાન વિદ્યાઓમાં આ ધર્મચક્રનુ ધ્યાન હોય છે. તેનું વર્ણન કરતા મંત્રાક્ષથી તે ધ્યાન ગર્ભિત હોય છે. આ ધર્મ, ચક્રનું સ્થાન મિથ્યાત્વને હરે છે, એટલું જ નહીં પણ તેનું વિશિષ્ટ ધ્યાન કરનાર સાધક સર્વત્ર અપરાજિત થાય છે.
રાણ નો તેત્રમાં કહ્યું છે કે – તે અહંત દેવેન્દ્રવંદિત મહાન ભગવાન મહાવીર સ્વામીને અમારે નમસ્કાર થાઓ કે –
૧ લાક બ સ ૩૦ ક. ૨૦/૨૨ २ स्मृतमपि प्रतिपक्षमदापहम् । લેક પ્ર. સ. ૩૦ થ્યો. ૨૧ ૩ ન. સ્વા. પ્રા. વિ v ર૦૪