________________
૧૪૮
- જેમ ધમચકના યાનનો આવો મહિમા છે, તેમ દરેક પ્રાતિહાર્ય અને અતિશયની પાછળ ઘણુ ઘણું રહસ્ય રહેલું છે, પણ કલાનુભાવથી તેવું સાહિત્ય આજે ઉપલબ્ધ નથી.
આ બધા જ અતિશય કે પ્રાતિહાર્યોનાં વર્ણનની બીજી વિશેષતા એ છે કે લગભગ બધા જ વર્ણનમાં ક્રિયાપદો વર્તમાન કાળમાં છે. ભક્તામર વગેરે સ્તોત્રનું અધ્યયન એ સ્પષ્ટ બતાવી આપે છે.
જ્યારે ભગવત વિરાજમાન હતા, ત્યારે તે આ બધો પ્રભાવ હતે જ પણ ત્યાર પછીના મહામુનિઓએ પણ આ પ્રાતિહાર્યો અને અતિશયથી સહિત જ ભગવ તનુ દેસાન કરેલું છે. તે અનેક સ્તોત્રોમાં સ્પષ્ટ દેખાય છે. કેવળ ધ્યાન કર્યું છે એટલું જ નહીં, પણ તે ધ્યાનનાં ફળ પણ તે મહામુનિઓએ અનુભવ્યાં છે અને તે દ્વારા શ્રી જિનશાસનની મહાન પ્રભાવના કરી છે.
બધા જ વર્તમાનકાળવાચી ક્રિયાપદોમાં એ સંકેત નિહિત છે, કે ભગવન્તનું સ્થાન જાણે કે ભગવાન સાક્ષાત વિદ્યમાન હોય તે સ્વરૂપમાં કરવું. આવી અસ્તિતાને ધ્યાનગણ્ય અસ્તિતા કહેવામાં આવે છે, તે શાશ્વત હોય છે. અતિશે અને પ્રાતિહાર્યોથી સહિત એવા અદિ તીર્થકર ભ વાન શ્રી ઋષભદેવ આજે પણ ભવ્યજીવોને સહાય કરવા માટે રાદા તત્પર છે, એમ શું ભકતામર તો ન નથી કહેતુ ? ભક્તામર સ્તોત્ર માત્ર એટલું જ કહે છે એમ નહીં, પરંતુ ભક્તામર સ્તોત્રની તો આ ચિરંજી પ્રતિજ્ઞા છે.
બધા જ તેત્રો વગેરેમા કયા ક્યા અતિશયેથી સહિત ભગવાન છે, તે વર્ણન કરવા જતાં તે એક સ્વત – મહાગ્રંથ તૈયાર થઈ જાય તેમ છે. કેવળ નમૂનારૂપે અહીં આ એક અવતરણ જુઓ –