________________
૧૧૦
હે ભગવન્! આપના નિઃશ્વાસની સુરભિતા ચારે દિશાઓમાં એટલી બધી ફેલાય છે કે – જલમાં ઉત્પન્ન થયેલાં પુંડરીક આદિ કમળે તેમ જ ભૂમિ પર ઉત્પન્ન થયેલા તિલક, ચંપક, અશક, કેતકી, બકુલ માલતી વગેરે પુષ્પને તત્કાલ તજીને સુગન્ધરસિક ભમરાઓ આપની નિશ્વાસની સુરભિતાને અનુસરે છે.
તૃતીય સહજાતિશય ગાયના દૂધની ધારાસમાન ધવલ (વે)
દુર્ગ ધ વિનાના માંસ અને રક્ત रुधिरामिष तु गोक्षीरधागध वल ह्यविस्रम् । તે તીર્થકર ભગવન્તના શરીરનાં માંસ અને રક્ત (લોહી) ગાયના દૂધની ધારા જેવાં ધવલ – વેત-સફેદ અને દુર્ગધ વિનાનાં હોય છે.
ભગવન્તના રૂપ, લાવણ્ય, બલ, સર્વ કળા – નૈપુણ્ય, દાન ધ્યાન, જ્ઞાન, ત્રણ ગઢ, ત્રણ છત્ર, ચામર, ઈન્દ્રવજ, ઇન્દ્રોનું પણ પગમાં પડવું વગેરે ગુણો તો સર્વ જગત કરતાં વિલક્ષણ છે જ, આ બધા ગુણો અલ્પ પ્રમાણમાં બીજાઓમાં પણ હોય છે, જ્યારે ભગવન્તના માંસ અને રક્તની જે ધવલતા અને અદુર્ગધતા છે, તે તે કેઈના પણ માંસ અને રક્તમાં હોતી જ નથી.
તાત્પર્ય કે રક્તમાંસની ધવલતા અને અદુર્ગધતા સોયે સે ટકા ફક્ત તીર્થકર ભગવન્તના શરીરમાં જ હોય છે. રક્ત અને માસ કેવળ અટુર્ગ ધી જ હોય છે, એટલું જ નહીં, પણ પરમ પરિમલ – સુવાસથી સમૃદ્ધ પણ હોય છે. બીજાઓના રકત-માંસ તો જોવાં પણ ન ગમે તેવાં હોય છે, જ્યારે ભગવન્તનાં રક્ત–માંસ અજુગુપ્સનીય નફરત ન પેદા કરે તેવાં હોય છે. કેવળ અજુગુપ્સનીય જ નહિ પરંતુ જેવાં ગમે તેવાં અને આશ્ચર્ય પમાડે તેવા હેાય છે.
૧ અ. ચિં. કા. ૧ લે. પ૭