________________
૧૦૯
જેને આત્મભૂત થઈ ગયા છે, જે સર્વ જીવોને સમ્યગ્ર રીતે જુએ છે, જેણે સર્વ આશ્ર સ્થગિત કર્યા છે અને જેણે ઈન્દ્રિચોને દમી નાખી છે, એવા મુનિના આત્માને પાપકર્મની રજ ન ચૂંટે, તેમ ભગવન્તના શરીરને કેઈ પણ જાતને મેલ સેંટી શકે
નહીં.
દ્વિતીય સહજાતિશય કમલસમાન સુગન્ધી શ્વાસોશ્વાસ વાતોના: ! ભગવન્તને શ્વાસ અજ્જગન્ધ હોય છે. શ્વાસ એટલે છવાસ અને નિઃશ્વાસ, અશ્વ એટલે કમળ, તેના જેવી છે ગંધ જેની તે અજગધે. સારાંશ કે ભગવન્તના ઉછવાસ અને નિઃશ્વાસ અને કમલસમાન સુગન્ધી હોય છે.
જગતનાં ઉત્તમમા ઉત્તમ કમળમાં જે સુગન્ધ હોય છે તેના કરતાં અનન્તગુણ સુગંધ ભગવન્તના ઉછૂવાસ અને નિઃશ્વાસમાં હોય છે. એક બાજુ જગતના બધા જ સુગન્ધી પદાર્થોની સુગન્ધ મૂકવામાં આવે અને એક બાજુ ભગવન્તના શ્વાવાસની સુગન્ધ મૂકવામાં આવે તે અન્ય પદાર્થોની સુગધ ભગવન્તની શ્વાસછવાસની સુગન્ધ કરતાં અનન્તગુણ હીન હોય છે.
જગતમાં ઉત્તમમાં ઉત્તમ સુગન્ધી કઈ વસ્તુ હોય તો તે ભગવન્તને ઉછવાસ અને નિઃશ્વાસ છે, જ્યારે ભગવત વિહરમાન હોય છે ત્યારે સુગન્ધના સાચા રસિક એવા ભમરાઓ જે જે પુષ્પો પર લીન થઈને બેઠેલા હોય તે તે બધાં જ પુષ્પોને તત્ક્ષણ તજી તજીને ભગવંતના શ્વાસોશ્વાસને અનુસરે છે.
શ્રી વીતરાગ સ્તવ પ્રકાશ ૨, શ્લેક ૭માં કહ્યું છે કે –
૧ અ ચિ. કા ૧ , ૫૭ २ श्वासः = उच्छ्वासनिःश्वासम् ।
– અ, ચિ કા. ૧ લે. પ૭ સે.