________________
૧ર
કામાં ર૪મી બત્રીશીમાં, યોગદષ્ટિની સજઝાયમાં કાંતાદષ્ટિના વર્ણનમા અને અધ્યાત્મસારના વૈરાગ્ય સ ભવ અધિકારમાં ઉત્તમ પ્રકારના વૈરાગ્ય વિશે કહે છે કે –
વૈરાગ્યની આ ઉચ દશામાં કામગોનો સંગ પણ મહાભાઓની અતિ બળવાન ધર્મ શકિતનો નાશ કરતો નથી. દીપકને ઓલવનાર વાયુ પ્રજવલિત દાવાનલને ન ઓલવી શકે.
અસ્થાયી વૈરાગ્યવાળા જીવની ધર્મશક્તિને અહીં દીપકની અને ઉત્તમ વૈરાગ્યવાળા જીવની ધર્મશક્તિને અહીં દાવાનલની ઉપમા આપવામાં આવી છે. વાયુ દીપકને ઓલવી નાખે, પણ દાવાનલને પ્રજ્વલિત કરે, તેમ કામગેનો સ ગ ઉત્તમ આત્માએના વૈરાગ્યાદિને વધારે છે. તેઓ સ્વેચ્છાથી કામગોમાં પ્રવર્તતા નથી, પણ કર્મ તેઓને પ્રવર્તાવે છે. ભોગોના સંગમાં પણ તેઓ અંતરાત્માથી વિરક્ત હોઈ કર્મનિર્જ કરતા હોય છે.
દ્વિતીય કર્મક્ષયજ અતિશય વાણું – સર્વભાષાસંવાદિની અને જનગામિની वाणी नृतिर्यक्सुरलोकभाषा -
मवादिनो योजनगामिनी च । વાણી = ભાષા અર્ધ-માગધી. સ વાદિની = મનુ, તિર્થ એ અને દેવોની ભાષારૂપે પરિણમતી. જનગામિની = એક એજન સુધી સર્વ દિશાઓમાં ફેલાતી
ભગવન્ત અર્ધમાગધી ભાષામાં દેશના આપે છે. ભગવન્તના પ્રભાવથી આ ભાષા સર્વ જીવોને પોતપોતાની ભાષામાં પરિણમે છે, એટલે કે સમજાય છે.
ભગવતે સર્વ જી પ્રત્યે કે પ્રત્યેક જીવ પ્રત્યે પૂર્વના ભવોમા જે મહાન વાત્સલ્ય સિદ્ધ કર્યું છે, તેનું આ સર્વોત્તમ ફળ છે.
૧ અ. ચિં
કા ૧
લે. પ૮