________________
૧ર૩
હે નાથ ! અનુત્તર વિમાનમાં રહેલા દેવતાઓના સંશયોને અહીં રહ્યા થકી જ આપ દૂર કરે છે. આના કરતાં બીજે આપને કે ગુણ અધિક વખાણવા લાયક છે ?
મનુષ્યક્ષેત્રથી અનુત્તર દેવતાઓ સાત રજજુમાં કાઈક ન્યૂન એટલા દૂર છે. આ અન્તર ઊર્વ દિશામાં ઘણું જ મેટું કહેવાય. મનુષ્યક્ષેત્રમાં રહેલા તીર્થકર ભગવન્ત અહીંથી જ તે દેના સંશયોને દૂર કરે છે. ત્યાં રહેલા અનુત્તર દેવતાઓ મનથી જ ભગવતને પ્રશ્ન કરે છે, ભગવંત કેવલજ્ઞાનથી તે પ્રશ્નને જાણે છે અને તે દેવતાઓ ઉપરના અનુગ્રહાથે પ્રશ્નના ઉત્તરને મનમાં ધારણ કરે છે. અનુત્તર દેવને સ પૂર્ણ લોકનાલિકાને જોઈ શકના અવધિજ્ઞાન હોય છે. તેથી તેઓ ભગવંતના રૂપી મનમાં રહેલ ઉત્તરને પ્રાપ્ત કરે છે અને તેથી અતિ આનંદિત થાય છે. આવી શક્તિ ભગવન્ત સિવાય બીજા જીવોમા હોતી નથી.”
ભગવન્તની વાણી ફક્ત અર્ધમાગધી ભાષામય હોવા છતાં તે એકીસાથે દેવતાઈ વાણીમાં, સર્વ માનુષી વાણીઓમાં અને તિર્થં ચ સંબન્ધી વાણીઓમાં પરિણમે છે. તેથી બધા પોતપોતાની ભાષામાં સમજી શકે છે. કહ્યું છે કે –
देवा दैश्ची नरा नारी, शवरावापि शाबरीम् । तिर्यञ्चोऽपि हि तैरची, मेनिरे भगवगिरम् ॥ ભગવન્તની એક જ પ્રકારની વાણીને દેવો દેવી ભાષામાં, મનુષ્યો માનુષી ભાષામા, ભીલે તેઓની શાબરી ભાષામાં અને તિર્ય ચો (પશુ-પક્ષીઓ) તેઓની પોતપોતાની વાણીમાં સાંભળતાં સાંભળતાં પરમ આનન્દને પામે છે. ભગવન્તની વાણી, સાંભળનાર દરેક જીવનું હૃદય આકષી લે છે. અર્થાત્ તે અત્યન્ત મનોહર હોય છે.
પ્રવચનસારોદ્ધારની ટીકામાં કહ્યું છે કે –
૧ જુઓ વી. સ્ત પ્ર ૧૦, લો. ૩ વિવ.