________________
૧૨૪
योजनव्यापिनी एकस्वरूपाऽपि भगवतो भारती बारिदविभुक्तवारिवत् तत्तदाश्रयानुरूपतया परिणमति' ।
જનપ્રમાણ ક્ષેત્રમાં વ્યાપતી ભગવન્તની વાણી એક જ સ્વરૂપવાળી હોવા છતાં જેમ વાદળાંઓમાંથી પડેલ પાણી જે જે પાત્રમા પડે તે તે પાત્રને અનુરૂપ આકારને ધારણ કરે છે, તેમ જેના જેના કાને તે વાણું પડે તે તે જીવની પિતાની ભાષારૂપે તે પરિણમે છે. - ભગવન્તની વાણીનો આવો અતિશય ન હોય તો ભગવન્ત એકીસાથે અનેક જીવો પર ઉપકાર કરી પણ કેવી રીતે શકે ?
શ્રી સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે – अप्पणो हियसिवसुहयभासत्ताए परिणमइ3 ।
તે તે જીવોને હિત આપનારી, શિવ આપનારી અને સુખ આપનારી પોતપોતાની ભાષારૂપે પરિણમે છે. અહીં હિત=અભ્યદય, શિવ=મેક્ષ અને સુખ શ્રવણનો આનન્દ સમજવો.
સામાન્ય વકતાએ જે હોય છે, તેઓની વાણીને સભામાં પાછળ બેઠેલા શ્રોતાજનોને સાંભળવામાં મુશ્કેલી પડે છે, કારણ કે અવાજ દૂર જતાં ધીમે પડી જાય છે, જ્યારે ભગવન્તની સભામાં એક જન સુધીના વિસ્તારમાં બધા જ જીવો એકસરખી રીતે સાંભળી શકે છે. આ અતિશય જાણે.
ભગવન્તની વાણીના એક જ વચનથી એકીસાથે અનેક જીવો અનેક રીતે પ્રતિબંધ પામે છે.
૧ ગા. ૪૪૩ની ટીકા
२ न हि एवविधभुवनाद्भतमतिशयमन्तरेण युगपदने कसत्त्वोपकारः शक्यते कर्तुमिति ।
– પ્રવ. સા. ગા. ૪૪૩ ટી ૩ સૂત્ર ૩૪–અર્થ ટીકાના આધારે કરેલ છે.