________________
૧૨૫
એ વિશે ઉપદેશપ્રાસાદમાં એક ભીલનું દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે, તે આ રીતે –
सर शरस्वगयन, भिल्लेन युगपद्यथा । सरो नत्थीनि वाक्येन, प्रियास्तिस्रोऽपि वोधिताः ।।
સરેવર, બાણ અને સારા કંઠ – એ ત્રણે અર્થ કહેવાની ઈચ્છવાળા કોઈ ભીલે “રા વરિથ” “ સર નથી” એ વાકયે કરીને પિતાની ત્રણે સ્ત્રીઓને સમજાવી દીધી.
કોઈ એક ભીલ જેઠ મહિનામાં પિતાની ત્રણે સ્ત્રીઓને સાથે લઈને કોઈકે ગામ તરફ જતા હતા.
રસ્તામાં એક સ્ત્રીએ તેને કહ્યું કે –
“હે સ્વામી! આપ સુદર રાગથી ગાયન કરે, કે જે સાંભળવાથી મને આ રસ્તાને શ્રમ તથા સૂર્યને તાપ બહુ દુસહ ન
થાય.”
બીજી સ્ત્રીએ કહ્યું કે –
“હે નાથ ! આપ સરોવરમાંથી કમળની સુગન્ધવાળું શીતલ પાણી લાવી આપીને મારી તરસને દૂર કરે.”
ત્રીજી સ્ત્રી છેલી કે –
હે પ્રિય! મને હરણનું માસ લાવી આપીને મારી ભૂખને દૂર કરો.”
તે ત્રણે સ્ત્રીઓના તે તે વાક્યો સાભળીને તે ભલે – “જો નચિ” “ સર નથી, એ એક જ વાક્યથી તે ત્રણેને ઉત્તર આપે.
તેમા પહેલી સ્ત્રી એમ સમજી કે, “સ્વર નથી,” એમ કહીને મારા સ્વામી કહે છે કે “મારે કંઠ સારે નથી, તેથી શી રીતે ગાન કરું ?”
બીજી સમજી કે “કોઈ સવરે આટલામાં નથી; પાણી ક્યાંથી લાવુ ?”
૧ ભાષાતર ભાગ. ૧, વ્યાખ્યાન ૧