________________
ત્રીજી સમજી કે “સર-શર=બાણ નથી, તે શી રીતે હરણને મારીને માંસ લાવી શકાય ? ”
આ પ્રમાણે ભીલના એક જ વાક્યથી તે ત્રણે સ્ત્રીઓ પિતાપિતાને માટે ઉચિત ઉત્તર સાંભળીને સ્વસ્થ થઈ.
ભગવન્તની વાણી તો સર્વોત્તમ છે, તેથી એકીસાથે અનેક પ્રાણીઓ સમજે, તેમાં શું આશ્ચર્ય છે?
ભગવન્તની વાણી ૩૫ અતિશયોથી સહિત હોય છે. આમાંનો એક પણ અતિશય બીજા કેઈની પણ વાણુંમા હોતા નથી. પૂર્વે આપણે જોઈ ગયા છીએ કે અતિશય તેને જ કહેવાય કે જે ગુણ તેની પરાકાષ્ઠાએ ફક્ત ભગવન્તમાં જ હોય, બીજા કેઈમાં પણ તે ગુણ હોય તો તે ભગવન્ત કરતાં અનન્તગુણ હીન જ હોય અને બીજા કોઈમાં પણ તે ગુણ ઉત્તમ કક્ષાએ હોય તે પણ તેના કરતા પણ ભગવન્તમાં અનંતગુણ અધિક જ હોય.
દા. ત. ભગવંતની વાણુનો પ્રથમ અતિશય-ગુણ સંસ્કારસ્વ. જેવા ઉત્તમ સંસ્કારવાળી વાણી ભગવંતની હોય છે, તેવી બીજા કોઈની પણ હોતી નથી.
ઉત્તમ કેળવણી પામેલ માણસની ભાષા સંસ્કારવાળી હોય છે, એટલે કે તે ભાષા વ્યાકરણ આદિના નિયમોથી શુદ્ધ હોય છે, અને સભ્યતા, સંસ્કારિતા વગેરેને સૂચવનારી હોય છે. ઉત્તમમાં ઉત્તમ સંસ્કારવાળી ભાષા બોલનાર માણસની ભાષાની સંસ્કારિતા કરતા ભગવંતની વાણીની સંસ્કારિતા અનંતગુણ અધિક હોય છે.
અર્ધમાગધી ભાષા તે બોલનારા ઘણા હોય છે, પણ ભગવંતની જેવી પરમ સત્ય, પરમ સુદર અને પરમ કલ્યાણકારી અર્ધમાગધી ભાષા તો ભગવન્ત જ બોલે છે. આ વાણીના ૩૫ અતિશને શ્રીસમવાયાગ સૂત્ર વગેરેમાં સત્ય વચનના અતિશય તરીકે પણ ઓળખાવવામાં આવ્યા છે.
શ્રીસમવાયાગ સૂત્રમાં કહ્યું છે કે –